દેશમાં બાળ તસ્કરીના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, દેશમાં બાળકોની તસ્કરીની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને અપહરણ કરાયેલા નવજાત શિશુઓને શોધવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું કે, દિલ્હીની અંદર અને બહાર નવજાત શિશુઓનું અપહરણ કરવા અને તેમને વેચવામાં સામેલ ગેંગના મુદ્દાની તપાસ માટે શું પગલાં લેવામાં આવ્યા છે.
કોર્ટે પોલીસને આપ્યા કડક આદેશ...
સુપ્રીમ કોર્ટે પોલીસને ચાર સપ્તાહનો સમય આપતા કહ્યું કે, તે બાળ તસ્કરીમાં સામેલ ગેંગના સરગના અને અપહરણ કરાયેલા શિશુઓની ભાળ મેળવે અને પ્રગતિ વિશે કોર્ટને માહિતી આપે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું, "તેઓ (બાળ તસ્કરી ગેંગ) સમાજ માટે ખૂબ મોટો ખતરો છે. (બાળકોની) ખરીદ-વેચાણ બિલકુલ ન થવી જોઈએ. તમને ખબર નથી હોતી કે તેઓ ક્યાં પહોંચી જાય છે. જો કોઈ છોકરી હોય તો તમને ખબર છે કે તે ક્યાં પહોંચી જશે. આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે."