સેક્યુલર દેશમાં ધર્મ પરિવર્તન વિરોધી કાયદો?
સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન વિરોધી કાયદાની જોગવાઈઓ પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદાની અમુક જોગવાઈઓ પર ગંભીર સવાલો ઉઠાવીને મોટી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કાયદો એવા લોકો માટે મુશ્કેલીઓ વધારે છે જેઓ પોતાની સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને ધર્મ પરિવર્તનની પ્રક્રિયામાં સરકારી અધિકારીઓની દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આ કાયદો કદાચ સરકારી તંત્રની દરમિયાનગીરી વધારવા માટે જ ઘડવામાં આવ્યો હોય તેવું લાગે છે.
નિયમોથી અધિકારીઓની દખલગીરી વધશે
સુપ્રીમ કોર્ટે આ મામલે ભારપૂર્વક યાદ અપાવ્યું હતું કે, ભારત એક ધર્મનિરપેક્ષ છે અને કોઈપણ વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર છે. જોકે, બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે, તે હાલમાં ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન વિરોધી કાયદાની બંધારણીય માન્યતા પર વિચાર કરી રહી નથી, પરંતુ તેના નિયમોની ગૂંચવણ પર જરૂર સવાલ ઉઠાવી શકે છે. ધર્મ પરિવર્તન પહેલાં અને પછી ઘોષણા સંબંધિત નિયમો આ પ્રક્રિયાની ઔપચારિકતાઓને વધુ જટિલ બનાવે છે, અને તે જ નિયમોએ અધિકારીઓની દખલગીરી વધારી છે. આ કાયદા હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ધર્મ પરિવર્તનના દરેક કેસમાં પોલીસ તપાસનો આદેશ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશની વિધાનસભાએ લવ જેહાદ બિલ પાસ કર્યું, સખત સજાની જોગવાઈ
જાહેરમાં ઘોષણાપત્ર આપવું ગોપનીયતાનું ઉલ્લંઘન
કોર્ટે ધર્મ પરિવર્તન બાદ ઘોષણાપત્રની જરૂરિયાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે, વ્યક્તિ ક્યો ધર્મ સ્વીકારી રહી છે, તે સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે. આ સંદર્ભમાં, વ્યક્તિએ જાહેરમાં ઘોષણાપત્ર આપવું એ ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ નિયમની બંધારણીય જોગવાઈઓ, ખાસ કરીને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન તો નથી કરતો ને, તે બાબત ધ્યાનમાં લેવા પર ભાર મૂક્યો.
ધર્મ નિરપેક્ષતા બંધારણનું અભિન્ન અંગ
ધર્મ નિરપેક્ષતા એ ભારતના બંધારણના મૂળભૂત માળખાનો એક અભિન્ન ભાગ છે, જેની બેન્ચે ગંભીર નોંધ લીધી. બેન્ચે કહ્યું કે, બંધારણની પ્રસ્તાવના ધર્મનિરપેક્ષની પ્રકૃતિ વિશે વાત કરે છે, અને બંધારણને તેના 'ઉમદા અને દિવ્ય' દ્રષ્ટિકોણથી વાંચવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રેખાંકિત કર્યું કે, ભલે 1976માં સુધારા દ્વારા 'સેક્યુલર' શબ્દ ઉમેરવામાં આવ્યો હોય, પરંતુ 1973ના કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના ચુકાદામાં પહેલેથી જ ધર્મનિરપેક્ષતા બંધારણનું અભિન્ન અંગ હોવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતની આ મૂળભૂત લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ધર્મ પરિવર્તનની કઠોર પ્રક્રિયા યોગ્ય નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...