હરિદ્વારના માનસા દેવી મંદિરમાં નાસભાગ
6 લોકોના મોત; કમિશનરે કહ્યું- મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી

હરિદ્વારના માનસા દેવી મંદિરમાં નાસભાગ

હરિદ્વારના માનસા દેવી મંદિરમાં નાસભાગ
હરિદ્વાર, ઉત્તરાખંડ: રવિવારે સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રસિદ્ધ મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, મંદિરની સીડીઓ પર આ ઘટના બની હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે અતિશય ભીડના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
આજે રવિવાર હોવાથી મંદિરમાં સામાન્ય દિવસો કરતાં ભક્તોની ભીડ વધુ હતી. સવારથી જ શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઊભા હતા, ત્યારે આ દુર્ઘટના બની.
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભાગદોડ પાછળના ચોક્કસ કારણની તપાસ હજુ ચાલી રહી છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું કે 'હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના અંગેના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ઉત્તરાખંડની એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

વધુ અપડેટ કરી રહ્યા છીએ...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...