વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ, 10ના મોત
એકાદશી નિમિત્તે આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભારે ભીડને કારણે નાસભાગ મચી

વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ

વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. કાશીબુગ્ગા સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એકાદશીના પાવન પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા ગંભીર રીતે ઈજીગ્રસ્ત થયા છે. સ્થાનિક સૂત્રો અનુસાર, એકાદશીના અવસરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વેંકટેશ્વર સ્વામી મંદિર, શ્રીકાકુલમમાં દર્શન માટે પહોંચ્યા હતા. ભીડ એટલી વધારે હતી કે દર્શન દરમિયાન અચાનક ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. જોતજોતામાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો નીચે પડી ગયા અને તેના ઉપર બીજા લોકો પણ પડતા ગયા.
વહીવટીતંત્રની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી
દુર્ઘટના બાદ મંદિર પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રીકાકુલમ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નાસભાગની ખબર મળતા જ શ્રીકાકુલમ જિલ્લા વહીવટીતંત્ર સક્રિય થયું. પોલીસ ટીમોએ ઘણા કલાકો સુધી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે જહેમત ઉઠાવી. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું છે કે, આ દુર્ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: UPનાં બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ
ઘટનામાં શ્રદ્ધાળુઓની મૃત્યુ
આ ઘટના પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સંજ્ઞાન લેતા દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, "શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા સ્થિત વેંકટેશ્વર મંદિરની નાસભાગની ઘટના દુઃખદ છે. આ દુઃખદ ઘટનામાં શ્રદ્ધાળુઓની મૃત્યુ અત્યંત હૃદયવિદારક છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું." મુખ્યમંત્રીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય સારવાર પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. તેમણે સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને રાહત કાર્યોનું નિરીક્ષણ કરવા વિનંતી કરી છે.
સતત વધતી ભીડને કારણે આ દુર્ઘટના
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિરમાં અચાનક નાસભાગ મચી ગઈ, જેના કારણે ઘણા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા. એકાદશીના અવસરે મંદિરની સતત વધતી ભીડને કારણે આ દુર્ઘટના થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાજ્યના કૃષિ મંત્રી કે. અત્ચન્નાયડુ તુરંત દુર્ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની માહિતી મેળવવા માટે મંદિરના અધિકારીઓ સાથે વાતચીત કરી. સ્થળ પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.