મુંબઈમાં કોમામાં રહેલા પુત્ર પાછળ 4 કરોડ ખર્ચ્યા
મેડિકલ બિલ અને સિસ્ટમ સામે લાચાર પિતાની લડાઈ; ₹4 કરોડનું દેવું છતાં આશા અમર

મુંબઈમાં કોમામાં રહેલા પુત્ર પાછળ 4 કરોડ ખર્ચ્યા

મુંબઈમાં કોમામાં રહેલા પુત્ર પાછળ 4 કરોડ ખર્ચ્યા
કહેવાય છે કે સંતાન માટે માતા-પિતા પોતાનું લોહી રેડી દે છે, મુંબઈના 35 વર્ષીય આનંદ દીક્ષિતના કિસ્સામાં આ વાત અક્ષરશઃ સાચી ઠરી છે. ગત અઠવાડિયે 13 વર્ષથી કોમમાં રહેલા હરીશ રાણાના તેના ઈચ્છામૃત્યુના સમાચાર બાદ આ સમાચાર સામે આવ્યા છે.
છેલ્લા 27 મહિનાથી મુંબઈનો આનંદ દીક્ષિત 'પર્સિસ્ટન્ટ વેજિટેટિવ સ્ટેટ' (PVS)માં છે, એટલે કે તેનું શરીર અસ્તિત્વમાં છે પણ તે હોશમાં નથી. તેને જીવતો રાખવા માટે તેના પરિવારે અત્યાર સુધીમાં 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, છતાં તેની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો ન થી.
29 ડિસેમ્બર 2023ના રોજ ગોરખપુરમાં આનંદે તે જ દિવસે ખરીદેલું નવું સ્કૂટર ચલાવતી વખતે અકસ્માત નડ્યો હતો. જે વાહન ખુશીઓ લાવવાનું હતું તે જ તેના જીવન માટે કાળ સાબિત થયું. આનંદ ત્યારથી નળીઓ દ્વારા ખોરાક લે છે અને મશીનો દ્વારા શ્વાસ લે છે. તેનો કેરટેકર અર્જુન છેલ્લા 18 મહિનાથી તેની આંખના એક પલકારા કે હાથના દબાણની રાહ જોઈ રહ્યો છે, પરંતુ ચારેતરફ માત્ર મૌન છે.
પુત્રની સારવાર માટે દીક્ષિત પરિવારે પોતાની જમીન અને જીવનભરની બચત વેચી દીધી છે. કોકિલાબેન અને લોટસ જેવી મોટી હોસ્પિટલોના બિલ ભરવામાં પરિવાર 'લૂંટાઈ' ગયો છે. આટલું ઓછું હોય તેમ, જ્યારે પરિવાર હોસ્પિટલમાં પુત્રના જીવન માટે લડી રહ્યો હતો, ત્યારે BMCએ મુંબઈમાં આવેલું તેમનું એકમાત્ર ઘર પણ તોડી પાડ્યું હતું. બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચેના વિવાદમાં આ નિર્દોષ પરિવારે છત ગુમાવવી પડી અને હવે તેઓ ભાડાના મકાનમાં રહીને પુત્રની સારવાર કરાવી રહ્યા છે.
આનંદના પિતાએ આક્ષેપ કર્યો છે કે 'કેર હેલ્થ ઈન્શ્યોરન્સ' (Care Health Insurance) કંપનીએ તેમની કાયદેસરની મેડિકલ ક્લેમ અરજી નકારી કાઢી હતી, જેના કારણે પરિવાર પર વધુ 50 લાખ રૂપિયાનું દેવું ચડી ગયું છે.
પિતાએ ભીની આંખે જણાવ્યું કે, "મેં બધું જ વેચી દીધું છે, માત્ર એક વાર તેનો 'પપ્પા' અવાજ સાંભળવા માટે. હોસ્પિટલે અમને લૂંટ્યા અને વીમા કંપનીએ અધવચ્ચે સાથ છોડી દીધો."
આટલી મુસીબતો છતાં આનંદની માતા હાર માનવા તૈયાર નથી. તે રોજ આનંદનો ફોન અને તેની ઘડિયાળ તૈયાર રાખે છે. તે કહે છે, "રૂમમાં મૌન ખૂબ જ ભારે છે, પણ એક માતાની આશા તેનાથી પણ વધારે ભારે છે. તેમણે અમારું ઘર અને તેની તબિયત છીનવી લીધી, પણ મારો વિશ્વાસ કોઈ નહીં છીનવી શકે કે તે એક દિવસ જાગશે."
આ કિસ્સો દેશની વીમા પદ્ધતિ અને મેડિકલ કાયદાઓ પર મોટા સવાલો ઉભા કરે છે, જ્યાં એક પુત્રને જીવતો રાખવાની કોશિશમાં આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે મૃત્યુ પામે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ