શિવપુરીમાં અકસ્માત, 1નું મોત 10થી વધુ ઈજાગ્રસ્ત
અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ, જ્યારે 10થી વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત
શિવપુરીમાં અકસ્માત
શિવપુરીમાં અકસ્માત
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શિવપુરીના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી મુજબ, વારાણસીથી ગુજરાત જઈ રહેલી એક ટૂરિસ્ટ ટ્રાવેલર વાન અનિયંત્રિત થઈને સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ દુર્ઘટનામાં ટ્રાવેલરમાં સવાર 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ અને 108ની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
હાલમાં, સુરવાયા પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.