ગંભીર બેદરકારી : કફ સિરપથી 11 બાળકોના મોત!
મધ્યપ્રદેશમાં 9 અને રાજસ્થાનમાં 2 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ યથાવત

ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપ

ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. બંને રાજ્યોમાં છેલ્લાં 15 દિવસમાં 11 બાળકોના મોત થયા છે. મોતનું કારણ કફ સિરપ હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 અને રાજસ્થાનમાં 2 બાળકોના મોત બાદ સરકારની નોડલ એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આરોગ્ય અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, બંને રાજ્યમાં કેટલાક દિવસથી થઈ રહેલા બાળકોના મોત પાછળનું કારણ કફ સિરપ છે. કફ સિરપ પીવાના કારણે બાળકોની કિડની ફેઇલ થતાં મોત થઈ રહ્યા છે. મરણ પામેલા બાળકોને સામાન્ય વાયરલ તાવમાં એક સરખી કફ સિરપ આપવામાં આવી હતી. 1 ઓક્ટોબરના રોજ છિંદવાડામાં 6 બાળકોના મોત થયા હતા. જ્યારે બાદમાં 2 ઓક્ટોબરે વધુ 3 બાળકોના મોત થયા હતા.
કફ સિરપનું ટેસ્ટિંગ હાથ ધરાયું
બાળકોના મોત બાદ બંને રાજ્યોનું તંત્ર સફાળું જાગ્યુ છે. હાલમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપનું તાત્કાલિક ધોરણે ટેસ્ટિંગ હાથ ધરાયું છે. હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1,420 બાળકો તાવ, શરદી-ખાંસી જેવા વાયરલ ફ્લુનો ભોગ બનેલા છે. વધુ સમયથી બિમાર બાળકોને સિવિલ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બાળકની સ્થિતિ બગડે તો જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે. ઘરે પણ આશા કાર્યકરો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
રાજસ્થાન સરકારે પ્રતિબંધ મૂક્યો
રાજસ્થાનના ભરતપુર અને સિકરમાં બે બાળકોના મોત બાદ રાજ્ય સરકારે કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને જિલ્લામાં બિમાર બાળકોમાં કફ સિરપના કારણે વોમેટિંગ, બેચેની, બેભાન જેવા લક્ષણો જોવા મળ્યા છે. સ્ટેટ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ સિરપની ગુણવત્તા ચકાસવા નમૂના એકત્ર કર્યા છે.
40 ટેસ્ટિંગમાં ફેઇલ હતી સિરપ
છેલ્લા બે વર્ષમાં ગુણવત્તાની ચકાસણીમાં સિરપ 40 વખત ફેઈલ ગઈ હતી. વર્ષ 2020માં ભિલવાડામાં, સિકરમાં 4 વખત, ભરતપુરમાં 2 વખત, અજમેરમાં 7 વખત, ઉદયપુરમાં 17, જયપુર અને વાંસવાડામાં 2-2 વખત ફેઇલ રહી હતી. કંપનીની પ્રોડક્ટ બ્લેકલિસ્ટમાં સામેલ હોવા છતાં કંપનીને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા મંજૂરી મળી હતી. રાજસ્થાન સરકાર પાસે ટેસ્ટિંગ લેબ ન હોવાથી આરએમએસસીએલ નામની ખાનગી લેબ્સ પર નિર્ભર છે. એક ખાનગી લેબના ટેસ્ટિંગમાં સિરપને પાસ કરવામાં આવી હતી. જ્યારે બીજી ખાનગી લેબ દ્વારા ફેઈલ કરવામાં આવી હોવા છતાં કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
સરકાર દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડાં
મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સિરપના 100થી વધુ સેમ્પલ ફેઇલ થયા હતા. 2024માં 101 સેમ્પલ ફેઇલ થયા હતા. જ્યારે 2025માં 81 સેમ્પલ ફેઇલ સાબિત થયા હતા. જાન્યુઆરી-2019થી અત્યાર સુધીમાં 915થી વધુ ડ્રગ્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સિરપ સરકારના મફત દવા વિતરણ યોજનામાં સામેલ છે. તેથી એવું કહી શકાય કે સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...