દ્વારકાના દરિયાની અંદર સ્કૂબા ડાઈવર્સે ભગવાન શ્રીકૃષ્ણનાં મંત્ર જાપની માળા કરી
સુદામા સેતુ પરિસરમાં શ્રી કૃષ્ણ સ્તોત્રમ પર હવન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

દ્વારકાના દરિયાની અંદર સ્કૂબા ડાઈવર્સે ભગવાન શ્રીકૃષ્ણનાં મંત્ર જાપની માળા કરી

દ્વારકાના દરિયાની અંદર સ્કૂબા ડાઈવર્સે ભગવાન શ્રીકૃષ્ણનાં મંત્ર જાપની માળા કરી
વર્લ્ડ સન્કન સીટી ડે નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ઈવેન્ટ યોજાઈ હતી. રાજય પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એન.જી.ઓ. દ્વારા દ્વારકાના સુદામા સેતુ ખાતે આયોજીત ઈવેન્ટમાં રાજયના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય પબુભા માણેક સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા તથા સ્કૂબા ડાઈવીંગ યોજાયું હતું. સુદામા સેતુ પરિસરમાં ઋષીપુત્રો દ્વારા શ્રીકૃષ્ણ સ્ત્રોતમ પર હવન કરવામાં આવ્યું. શાસ્ત્રીય નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્કુબા ડાઈવ કરનારા સાતેય લોકોને ઈન્ડીયન બુક ઓફ રેકોર્ડઝ સર્ટિફીકેટ એનાયત કરી, સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સમુદ્ર અંદર ગરકાવ થઈ ગયેલી પૌરાણિક દ્વારકાના અવશેષો જયાંથી મળ્યા છે તે પંચકૂઈ નજીકના દરિયામાં સ્કૂબા ડાઈવર્સની ટીમે ઝંપલાવી દરિયાની અંદર મોરપીંછતથા માળા સાથે જઈશ્રીકૃષ્ણનાં નામના મંત્ર જાપ કર્યા હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ