SC ચુકાદો: કોમામાં રહેલા યુવકનુ ઈચ્છામૃત્યુ મંજૂર
2013માં ચોથા માળેથી પડ્યા બાદ વેજિટેટિવ સ્ટેટમાં હતો યુવક; AIIMSને કોર્ટના આદેશ

કોમામાં રહેલા યુવકનુ ઈચ્છામૃત્યુ મંજૂર

કોમામાં રહેલા યુવકનુ ઈચ્છામૃત્યુ મંજૂર
ભારતના ન્યાયિક ઇતિહાસમાં બુધવારે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેતા સર્વોચ્ચ અદાલતે 12 વર્ષથી વધુ સમયથી કોમામાં રહેલા 31 વર્ષીય હરીશ રાણાને 'પેસિવ યુથનેશિયા' એટલે કે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી આપી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે માનવીય અભિગમ અપનાવી હરીશની આર્ટિફિશિયલ લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાનો આદેશ આપ્યો છે.
સમગ્ર ઘટના:
વર્ષ 2013માં એક બિલ્ડિંગના ચોથા માળેથી પડી જવાને કારણે હરીશ રાણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી હરીશ કોમામાં હતો અને છેલ્લા એક દાયકાથી વધુ સમયથી તે વેજિટેટિવ સ્ટેટ (અર્ધ-મૃત અવસ્થા) અથવા તો કોમામાં જીવન ગુજારી રહ્યો હતો. હરીશના પરિવારે તેની હાલત જોઈને કોર્ટ પાસે આ પીડામાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી.
AIIMSના રિપોર્ટ બાદ નિર્ણય
અગાઉ કોર્ટે AIIMS-દિલ્હીના ડોક્ટરો દ્વારા તૈયાર કરવામાં આવેલો મેડિકલ રિપોર્ટ તપાસ્યો હતો. પ્રાયમરી અને સેકન્ડરી મેડિકલ બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે હરીશની રિકવરીની શક્યતા નહિવત્ છે અને તેની સ્થિતિ અત્યંત "દયનીય" છે. કોર્ટે આ રિપોર્ટને "દુઃખદ" ગણાવ્યો હતો અને પલિયેટિવ કેર હેઠળ લાઈફ સપોર્ટ પાછો ખેંચવા જણાવ્યું છે.
ગરિમાપૂર્ણ મૃત્યુનો અધિકાર
ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે જીવન જીવવાનો અધિકાર છે, તે રીતે ગરિમા સાથે મૃત્યુ પામવાનો પણ અધિકાર છે.
કોર્ટે AIIMS ને નિર્દેશ આપ્યા છે કે હરીશની સારવાર એવી રીતે બંધ કરવામાં આવે કે જેથી તેની ગરિમા જળવાઈ રહે. 2023ની નવી ગાઈડલાઈન મુજબ, આવા કેસોમાં નિષ્ણાત મેડિકલ બોર્ડનો અભિપ્રાય અનિવાર્ય છે, જે આ કેસમાં પાયારૂપ બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ