સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મોત બાદ સમાધિ
રાજસ્થાનના કથાવાચકના મૃત્યુ બાદ સુસાઈડ નોટથી હડકંપ, જૂના બ્લેકમેઇલિંગ કેસની ફરી ચર્ચા શરૂ

સાધ્વી પ્રેમ બાઈસા

સાધ્વી પ્રેમ બાઈસા
રાજસ્થાનના પ્રખ્યાત કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસાનું 23 વર્ષની નાની વયે રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. બુધવારે જોધપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાની મિનિટોમાં જ તેમનું અવસાન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શુક્રવારે તેમના પૈતૃક ગામ પરેઉમાં સંત પરંપરા મુજબ તેમને સમાધિ આપવામાં આવી હતી.
પિતાના દાવા અને ભક્તોની શંકા :
સાધ્વીના પિતા વિરમનાથના જણાવ્યા અનુસાર, તેમને માત્ર સામાન્ય શરદી હતી. જોધપુરના આશ્રમમાં એક ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જોકે, સોશિયલ મીડિયા પર સક્રિય ભક્તોએ પિતાની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. શરૂઆતમાં પિતાએ પોસ્ટમોર્ટમ કરાવવાની મનાઈ કરી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ તેઓ તૈયાર થયા હતા.
વીડિયો વાયરલ અને બ્લેકમેઇલિંગનો વિવાદ :
આ ઘટના સાથે સાધ્વી સાથે જોડાયેલો જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. જુલાઈ 2025માં સાધ્વીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને કેટલાક લોકોએ અશ્લીલ ગણાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધ્વીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ તેમના પિતા છે અને તે ફૂટેજ સીસીટીવીમાંથી ચોરી કરીને એડિટ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ જોગેન્દ્ર અને અન્ય સાથીઓની ધરપકડ પણ થઈ હતી.
સુસાઈડ નોટમાં વેદના છતી થઈ :
સાધ્વીના અવસાન બાદ એક કથિત સુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે તેમણે દેશના મહાન સંતો પાસે પોતાની સચ્ચાઈ સાબિત કરવા અગ્નિપરીક્ષાની માંગ કરી હતી. ભગવા પર લાગેલા કલંકને સાફ કરવાની ઈચ્છા અને સામાજિક બદનામીની વેદના તેમની નોંધમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!