સાધ્વી પ્રેમ બાઈસાના મોત બાદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ
પ્રેમ બાઈસાના મૃત્યુના 4 કલાક બાદ ઈન્સ્ટાગ્રામ પરથી થયેલી ભાવુક પોસ્ટે અનેક સવાલ ઉભા કર્યા

સાધ્વી પ્રેમ બાઈસા

સાધ્વી પ્રેમ બાઈસા
રાજસ્થાનના જોધપુરમાં જાણીતા સાધ્વી પ્રેમ બાઈસાનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 29 જાન્યુઆરી, 2026ના રોજ આશ્રમમાં બીમારી બાદ એક કમ્પાઉન્ડર દ્વારા આપવામાં આવેલા ઈન્જેક્શનના માત્ર 5 મિનિટમાં જ સાધ્વીનું મૃત્યુ નીપજ્યું હતું, જેને લઈને પોલીસે હાલ મેડિકલ બેદરકારીના એંગલથી તપાસ શરૂ કરી કમ્પાઉન્ડરને કસ્ટડીમાં લીધો છે. જોકે, આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુના અંદાજે 4 કલાક બાદ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરવામાં આવી.
7 લાખથી વધુ ફોલોઅર્સ
7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ સાધ્વીની અંતિમ પોસ્ટમાં સનાતન ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને જીવન સમર્પણની વાતો લખવામાં આવી હતી, જે ઘણાને અંતિમ સંદેશ કે સ્યુસાઈડ નોટ જેવી લાગી રહી છે. આ રહસ્યમય પોસ્ટને કારણે સવાલ ઉઠ્યો છે કે, જો સાધ્વી પ્રેમ બાઈસાનું અવસાન 5 વાગ્યે થયું હતું, તો રાત્રે 9 વાગ્યે આ પોસ્ટ કોણે કરી?
પોસ્ટ પહેલેથી શિડ્યુલ કરવામાં આવી
આ મામલે સાધ્વી પ્રેમ બાઈસાના પિતા અને ગુરુ વીરમ નાથે ખુલાસો કર્યો છે કે, આ પોસ્ટ સાધ્વીના જ મોબાઈલમાંથી કરવામાં આવી હતી. તેમના દાવા મુજબ, સાધ્વીએ પોતાના અંતિમ સમયમાં એક નજીકના ગુરુ મહારાજને આ સંદેશ સોશિયલ મીડિયા પર શેર કરવાની સૂચના આપી હતી. જોકે, પોલીસ કમિશનર ઓમપ્રકાશના નેતૃત્વમાં તપાસ કરી રહેલી ટીમ હવે ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરી રહી છે કે, શું આ પોસ્ટ પહેલેથી શિડ્યુલ કરવામાં આવી હતી કે કોઈ અન્ય વ્યક્તિએ સાધ્વીના ફોનનો ઉપયોગ કર્યો હતો.
પ્રેમ બાઈસાના મોતના રહસ્ય પાછળ કોઈ ષડયંત્ર નથી
સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુ બાદ આવેલી આ પોસ્ટે ભક્તોમાં અનેક શંકા-કુશંકાઓ જન્માવી છે. પિતા વીરમ નાથના જણાવ્યા મુજબ, સાધ્વી પ્રેમ બાઈસા હમેશાં સંતો અને ભગવાન પર વિશ્વાસ રાખતા હતા અને તેમને આશા હતી કે તેમના ગયા પછી પણ તેમને ન્યાય મળશે. હાલમાં પોલીસ સાધ્વીના મોબાઈલ લોગિન અને લોકેશનની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે સાધ્વી પ્રેમ બાઈસાના મોતના રહસ્ય પાછળ કોઈ ષડયંત્ર તો નથી ને.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.