ગુજરાતની સાધ્વી ગીતા હરી પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા
પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ ખુશી વ્યક્ત કરી

પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ ખુશી વ્યક્ત કરી

પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ ખુશી વ્યક્ત કરી
હાલ પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ આવેલો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને દેશવિદેશમાંથી કરોડો ભક્તો ગંગામાં ડૂબકી લગાવા આવી રહ્યા છે. કુંભમેળામાં હજારો સાધુ સંતોના તથા મહામંડલેશ્વરો અને નાગા સાધુઓના દર્શનનો લ્હાવો ભક્તોને મળી રહ્યો છે ત્યારે ગુજરાતના એક સાધ્વી પ્રથમ મહિલા મંહામંડલેશ્વર બન્યા છે
યુપીના પ્રયાગરાજમાં મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આધ્યાત્મીકની ડૂબકી લગાવવા ગંગા તટે આવે છે. તેવામાં પ્રયાગરાજમાં ગુજરાતની સાધ્વી ગીતા હરી પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે. પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ ખુશી વ્યક્ત કરી હતી.
સાધ્વી ગીતા હરીએ મહામંડલેશ્વર બનતા ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મહામંડલેશ્વર નિર્મલ અખાડાની પ્રથમ મહિલા બની. મને આ સન્માન મળ્યું હોવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું, આ નિર્મલ અખાડાએ મને શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા આ મહામંડલેશ્વરનું પદ આપ્યું છે. કારણ કે આ અખાડામાં પહેલાં કોઈ મહામંડલેશ્વર મહિલા સંત નહોતા, તેથી આજે હું ખૂબ જ ખુશ છું. મારા ગુરુજી જગતગુરુ અવિચલ દેવચાર્યજી મહારાજની કૃપા અને અખાડાના મહંત જ્ઞાનદેવસિંહજી મહારાજના આશીર્વાદથી, આ બધું શક્ય બન્યું છે. તો અહીં બંનેને મારા વંદન. સાહેબ અહીં બેઠા છે, તેમના ચરણોમાં મારા પ્રણામ..
વધુમાં સાધ્વી ગીતા હરીએ જણાવ્યું હતું કે, મહાકુંભનો આ યોગ સંયોગ 140 વર્ષ પછી બન્યો છે. અને આમાં પણ, યોગીજીએ આટલું મોટું કામ કર્યું છે. જુઓ કેટલા કરોડ ભક્તો અહીં આવી રહ્યા છે, તેમાંનો એક મહામંડલેશ્વર પટ્ટાભિષેક 26 જાન્યુઆરીમાં થયો હતો. આ મારા માટે એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગ છે. તેથી હું આજે જે માનવસેવા કરતી હતી તે ક્યારેય ભૂલીશ નહીં અને કાલે પણ સેવા કરતી રહીશ. માતા, પટ્ટાભિષેકની પ્રક્રિયા શું છે અને મહામંડલેશ્વર બન્યા પછી, ભૂમિકા ઘણી બદલાઈ જશે, તેથી મને અખાડામાંથી જે પણ આદેશ મળશે તે પ્રમાણે દેશના હિત સાથે માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ.
સાધ્વી ગીતા હરી એ ગાંધીનગર-માણસા રોડ ઉપર બાલવા ચોકડી પાસે નિરાધાર દીકરીઓ માટે આશ્રય સ્થાન સમો આશ્રમ બનાવ્યો છે. જેને ત્રિલોકનાથ વાત્સલ્ય વાટીકા તરીકે ઓળખાય છે.
જેમણે સન્યાસ લીધો હોવા છતાં સેવાને આધ્યાત્મ જેટલું જ મહત્વ આપ્યું છે. 11 વર્ષથી નાથ પરંપરામાં દીક્ષિત થઈ જૂનાગઢના શ્રી ત્રિલોકાનાથજી મહારાજ પાસે સન્યાસ લીધો છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહેલાં ગીતાદીદી કથાકાર છે. રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ, રામગાથા જેવાં વિષયો ઉપર દેશ-પરદેશમાં અત્યાર સુધીમાં ૪૨૫ કથાઓ કરી ચુક્યાં છે. લંડનમાં તો એમને પરમ વિદૂષી તરીકે સન્માનિત પણ કરવામાં આવ્યાં છે.
સત્કાર્ય વ્યવસ્થિત ગોઠવવા ‘શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા‘ ટ્રસ્ટની સ્થાપના કરી અને આ ટ્રસ્ટના નેજા હેઠળ આશ્રમ બનાવ્યો છે
આશ્રમમાં ૧૫ રૂમ છે અને દરેકમાં ૬ દીકરીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે. દરેકને પલંગ, કબાટ અને બાથરૂમ સાથેની તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવી છે. અત્યારે ૪૫ દીકરીઓ રહે છે જેની ઉંમર ૪ વર્ષથી લઇ ૧૫ વર્ષની છે. આ દીકરીઓને પોતાની વસ્તુ અને પોતાની જાતને સાચવવાની જવાબદારી શીખવાડાય છે. દીદી કહે છે : ‘હું સાધ્વી છું એટલે મારો પ્રયાસ એ છે કે દરેક દીકરી આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ અને પરંપરાને જાણે અને એ મુજબ જીવે. અમારી દિનચર્યામાં દરેક સવારે ૪ વાગે ઊઠી જાય અને તૈયાર થઈ પ્રભાત ફેરી માટે નીકળે. ભજન સાથે ફેરી પૂર્ણ થાય એટલે અમારા વાત્સલ્યવાટિકામાં આવેલા ૩૪ ફૂટ ઊંચા અંબામાતાના મંદિર સામે બેસી સૂત્રગાન અને ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનો પાઠ કરે. આ સમયે સમગ્ર વાટિકાનું વાતાવરણ દિવ્ય હોય છે અને સહુનાં મનમાં શાંતિ અનુભવાય છે. ૬ વાગ્યા પછી દીકરીઓ યોગ, પ્રાણાયામ, જુડો, કરાટે કરી નાસ્તા માટે જાય. અમે સમજીએ છીએ કે સ્વાસ્થ્ય અને સ્વરક્ષણ માટે આ જરૂરી છે.’
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!