ભોપાલ AIIMSમાં લૂંટ: સીસીટીવી ફૂટેજથી ખુલી પોલ
AIIMSમાં સીસીટીવી કેમેરા અને 48 કલાકની મહેનત બાદ મંગળસૂત્ર લૂંટનારને જેલ ભેગો કરાયો

AIIMS લૂંટના સીસીટીવી ફૂટેજથી ખુલી પોલ

AIIMS લૂંટના સીસીટીવી ફૂટેજથી ખુલી પોલ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી દેશની પ્રતિષ્ઠિત સંસ્થા AIIMS (એમ્સ)ના પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના બે દીઈવ્સ પેહલા બની હતી. AIIMSની અંદર લિફ્ટમાં એક મહિલા નર્સના ગળામાંથી માત્ર ગણતરીની સેકન્ડમાં મંગળસૂત્ર ઝૂંટવીને લૂંટારો ફરાર થયો હતો.
મંગળસૂત્ર ઝૂંટવીને ફરાર થઈ જનાર લૂંટારાને પોલીસે ગણતરીના 48 કલાકમાં દબોચી લીધો છે. હેરાન કરનારી વાત એ છે કે પકડાયેલ આરોપી આ જ સંસ્થાનો નર્સિંગના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે.
ઘટનાની વિગતો:
રવિવારે સાંજે ગાયનેકોલોજી વિભાગમાં ફરજ બજાવતી વર્ષા સોની નામની મહિલા એટેન્ડન્ટ લિફ્ટમાં જઈ રહી હતી. આ દરમિયાન 25 વર્ષીય સુનીલ મીના નામના યુવકે તક જોઈ લિફ્ટમાં પ્રવેશ કર્યો અને ગણતરીની સેકન્ડોમાં વર્ષાના ગળામાંથી મંગળસૂત્ર તોડીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પોલીસનું ‘એક્શન’ મોડ:
ભોપાલ પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ 45થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. લિફ્ટના ફૂટેજ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ કરવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપી સુનીલ મીનાને કટારા હિલ્સ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો વતની છે અને અહીં નર્સિંગનો અભ્યાસ કરતો હતો.
લૂંટ પાછળનું કારણ:
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મોટું નુકસાન થયું હતું અને મિત્રો પાસેથી લીધેલું દેવું ચૂકવવાનું દબાણ હતું. આ ઉપરાંત, તેને મોંઘા મોબાઈલ ફોન, કાર અને પોતાની પ્રેમિકા પાછળ ખર્ચ કરવાની ઘેલછા હતી. આ લક્ઝરી લાઈફસ્ટાઈલ જાળવી રાખવા તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
પોલીસે લૂંટાયેલું મંગળસૂત્ર ખરીદનાર ઝવેરી પુષ્પરાજ સોનીની પણ ધરપકડ કરી છે અને મુદ્દામાલ જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.