મેરિટ હોય તો જનરલ કેટેગરીમાં અનામત ઉમેદવારોનો હક
સુપ્રીમકોર્ટનો ચુકાદો, મેરિટ વધુ ધરાવનાર SC, ST, OBC ઉમેદવારો પણ ઓપન કેટેગરીમાં ગણાશે

સુપ્રીમકોર્ટની ફાઈલ તસવીર

સુપ્રીમકોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં મેરિટના સિદ્ધાંતને સર્વોપરી ગણાવતા મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો SC, ST, OBC અથવા અન્ય અનામત વર્ગના ઉમેદવાર જનરલ એટલે કે ઓપન કેટેગરીના કટઓફથી વધુ ગુણ મેળવે તો તેમને શરૂઆતથી જ જનરલ કેટેગરીમાં ગણવા ફરજિયાત છે. માત્ર અનામત વર્ગમાં આવવું એ ઓપન કેટેગરીમાં પસંદ થવાના અધિકારને ખંડિત કરતું નથી.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતાં રજીસ્ટ્રાર દ્વારા દાખલ કરાયેલ અપીલ નામંજૂર કરી હતી. આ કેસ 2022માં રાજસ્થાન હાઇકોર્ટમાં જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-IIની 2756 જગ્યાઓ માટે થયેલી ભરતી સાથે જોડાયેલો હતો.
લેખિત પરીક્ષા બાદ જોવા મળ્યું હતું કે, કેટલાક અનામત વર્ગોના કટઓફ જનરલ કેટેગરી કરતાં વધુ ગયા હતા. પરિણામે, જનરલ કટ ઓફથી વધુ ગુણ મેળવનારા હોવા છતાં કેટલાક અનામત વર્ગના ઉમેદવારોને ટાઇપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા નહોતા જે સ્પષ્ટ અન્યાયરૂપ હતું.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ઓપન કેટેગરી કોઈ ખાસ વર્ગ માટે અનામત ક્વોટા નથી. પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા આધારિત છે. જો કોઈ ઉમેદવાર કોઈ વધારાની છૂટછાટ લીધા વગર વધુ ગુણ મેળવે છે તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે.
અદાલતે ભરતી કરનાર સંસ્થાઓ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપતાં કહ્યું કે, પહેલાં મેરિટ આધારીત જનરલ યાદી તૈયાર કરવી અને ત્યારબાદ અનામત કેટેગરીની યાદી બનાવવી જોઈએ. ફોર્મમાં પોતાની કેટેગરી દર્શાવવાથી ઉમેદવારનો ઓપન કેટેગરીમાં પસંદ થવાનો હક છીનવાઈ જતો નથી.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં ખામી હોય ત્યારે ડોક્ટ્રિન ઓફ એસ્ટોપેલ લાગુ પડતું નથી. અગાઉના ઈન્દ્ર સાહની અને આર. કે. સભરવાલ જેવા ચુકાદાઓનો સંદર્ભ આપતાં અદાલતે ભારપૂર્વક કહ્યું કે મેરિટમાં આગળ રહેલા ઉમેદવારને જાતિ કે સમુદાયના આધાર પર સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
આ ચુકાદો ભવિષ્યની તમામ ભરતી પ્રક્રિયાઓ માટે માર્ગદર્શક બનશે અને યોગ્યતાના આધારે પસંદગીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવશે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ વર્ષ 2022માં રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આયોજિત જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-IIની 2756 જગ્યાઓની ભરતી પ્રક્રિયાથી શરૂ થયો હતો. લેખિત પરીક્ષા બાદ એવું જોવા મળ્યું હતું કે SC, OBC, MBC અને EWS જેવી ઘણી અનામત કેટેગરીનું કટ-ઑફ જનરલ કેટેગરી કરતાં પણ ઊંચું ગયું હતું. જેના કારણે વધુ માર્કસ લાવનારા અનામત વર્ગના ઉમેદવારોને ટાઇપિંગ ટેસ્ટ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા નહોતા.
કોર્ટે જણાવ્યું કે 'ઓપન કેટેગરી' એ કોઈ ખાસ વર્ગ માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા નથી. પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા(Merit) પર આધારિત છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર કોઈપણ વધારાની છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતાં વધુ માર્કસ મેળવે છે તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ