RG Kar Rape Case : ક્રૂરતાની હદ વટાવી, છતાં સંજય રોય ફાંસીની સજામાંથી કેવી રીતે બચ્યો?
જાણો જજે શા માટે કહ્યું કે, આ 'રેરેસ્ટ ઓફ રેર' કેસ નથી

Sanjay Roy ને આજીવન કેદની સજા

Sanjay Roy ને આજીવન કેદની સજા
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે મુખ્ય આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફરકારી છે અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સજાની જાહેરાત કરતી વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે કહ્યું હતું કે, આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવતો નથી, તેથી ગુનેગારને ફાંસીની સજા ન આપી શકાય અને તેને આજીવન કેદની સજા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો હતો અને લાંભા સમય સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા.
વકીલોએ કોર્ટમાં શું આપી દલીલ?
CBI ના વકીલે કોર્ટમાં કહ્યું, "આ એવો કેસ છે જે રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવે છે. સમાજમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સંજય રોયને મહત્તમ સજા થવી જોઈએ." આના પર સંજય રોયના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષે એવા પુરાવા રજૂ કરવા જોઈએ જે સાબિત કરી શકે કે દોષિતના સુધારાની કોઈ શક્યતા નથી. મૃત્યુ સિવાય જે પણ સજા આપવામાં આવે તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ."
સંજય સિંહ પર કઈ કલમો લગાવવામાં આવી હતી...
આરોપી સંજય રોયે હોસ્પિટલના સેમિનાર હોલમાં જ મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં આરોપી સંજય રોયને BNS ની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સંજય રોય પર લાદવામાં આવેલી કલમો હેઠળ ગુનેગારને મહત્તમ મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ છે, પરંતુ ન્યાયાધીશે તેને આજીવન કેદની સજા આપી છે. હવે ચાલો જાણીએ કે, આ કેસને રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં કેમ રાખવામાં આવ્યો નથી.
'રેરેસ્ટ ઓફ રેર કેસ' શું છે?
કાયદામાં 'રેરેસ્ટ ઓફ રેર' શબ્દનો ઉપયોગ એવા કિસ્સાઓ માટે થાય છે જે એટલા જઘન્ય અને ભયાનક હોય કે તેમને મૃત્યુદંડની સજા થઇ શકે. આવા કિસ્સાઓમાં, ગુનેગારની ક્રિયાઓની ગંભીરતા, પીડિત પ્રત્યેના ગુનાની ભયાનક પ્રકૃતિ અને સમાજ પર તેની અસરને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતીય દંડ સંહિતા હેઠળ, મૃત્યુદંડ ફક્ત એવા કેસોમાં જ આપવામાં આવે છે જેને કોર્ટ 'રેરેસ્ટ ઓફ રેર' કેસ મને છે. સરકાર અને ન્યાયતંત્ર મને છે કે મૃત્યુદંડ ફક્ત એવા ગુનાઓમાં જ લાદવો જોઈએ જે અત્યંત વિચલિત હોય, સતત ગુનેગારના પાત્રને પ્રતિબિંબિત કરતા હોય અને સમાજ માટે અત્યંત જોખમી હોય. તમને જણાવી દઈએ કે ભારત, અમેરિકા, જાપાન, ચીન અને અરબ દેશો સિવાય 52 દેશોએ મૃત્યુદંડની જોગવાઈ જાળવી રાખી છે, જ્યારે 140 દેશોમાં મૃત્યુદંડ નાબૂદ કરવામાં આવ્યો છે.
સજા માટે માપદંડ કેવી રીતે નક્કી કરવામાં આવે?
ફોજદારી કાયદામાં સજા માટેના માપદંડો નક્કી કરવાનું શક્ય નથી. તેથી, ન્યાયાધીશોને વેવેકાધિકાર આપવામાં આવે છે જેના દ્વારા તેઓ સજા નક્કી કરી શકે છે. સુપ્રીમ કોર્ટ જુએ છે કે, વેવેકાધિકારનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં. કોર્ટ તમામ સંજોગો અને કાર્યવાહીને જોયા બાદ જ પોતાનો નિર્ણય આપે છે. આ મ,મનસ્વી રીતે લેવાયેલો નિર્ણય નથી. સુપ્રીમ કોર્ટે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે 'રેરેસ્ટ ઓફ રેર' કેસની તપાસ જજ-કેન્દ્રિત નથી, તે સમાજની ધારણા પર આધાર રાખે છે અને તે માત્ર ખાસ પ્રકારના ગુનાઓમાં જ લાગુ થઇ શકે છે. જ્યારે કોઈ કેસમાં 'રેરેસ્ટ ઓફ રેર'નો પ્રશ્ન આવે છે ત્યારે કોર્ટની જવાબદારી છે કે તે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરે અને પછી સજા નક્કી કરે. કોલકાતા આરજી કર કેસમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો પણ એક ગંભીર કેસ હતો, જેમાં આરોપી સંજય રોયે માત્ર હત્યા જ નથી કરી પરંતુ મહિલા સાથે ક્રૂરતાની હદ પણ વટાવી દીધી હતી, આ ગુનો પણ ખૂબ જ ભયાનક હતો. પરંતુ સિયાલદાહનો ગુનો કોર્ટે તેને 'રેરેસ્ટ ઓફ રેર' હેઠળ ગણ્યો ન હતો.
સંજય રોયને ફાંસી કેમ ન આપવામાં આવી...!
કોર્ટે કહ્યું કે, આ ગુનામાં સંજયની સજા તેની માનસિક અને શારીરિક સ્થિતિના આધારે નક્કી કરવામાં આવી હતી. વધુમાં, તે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે તેની સામે ક્યારેય કોઈ ગંભીર ગુનાનો ઇતિહાસ મળ્યો નથી. સંજય વિશે કોર્ટનો મત એવો હતો કે તેનો ગુનો એટલો મોટો નહોતો કે તેને 'રેરેસ્ટ ઓફ રેર' તરીકે વર્ગીકૃત કરી શકાય. આ ઉપરાંત કોર્ટે તેની ઉંમર અને માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં લીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ