રામ રહીમને ફરી 'આઝાદી': 40 દિવસના પેરોલ મંજૂર
બળાત્કાર અને હત્યાના દોષિત ડેરા ચીફ જેલની બહાર આવશે; પાંચ મહિનામાં બીજી વાર પેરોલ મંજુર..

રામ રહીમને 40 દિવસના પેરોલ મંજૂર

રામ રહીમને 40 દિવસના પેરોલ મંજૂર
ડેરા સચ્ચા સૌદાના વડા અને સાધ્વીઓના યૌન શોષણ તેમજ પત્રકારની હત્યાના દોષિત ગુરમીત રામ રહીમને ફરી એકવાર 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રોહતક ડિવિઝનલ કમિશનર દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે, જેને પગલે રામ રહીમ રવિવાર અથવા સોમવાર સુધીમાં સુનારિયા જેલમાંથી બહાર આવી શકે છે.
વારંવાર મળતા પેરોલ ચર્ચાના કેન્દ્રમાં
ઉલ્લેખનીય છે કે, રામ રહીમને પોતાની સજા દરમિયાન અત્યાર સુધીમાં આ ૧૫મી વખત પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી મુક્તિ મળી રહી છે. અગાઉ ઓગસ્ટ 2025માં તેને 40 દિવસના પેરોલ મળ્યા હતા, જે દરમિયાન તેણે પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો હતો.
માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એકવાર તેને જેલની બહાર આવવાની મંજૂરી મળતા કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.
ગંભીર ગુનાઓની સજા
ગુરમીત રામ રહીમ બે શિષ્યાઓ પર બળાત્કાર ગુજારવા બદલ 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યો છે. આ ઉપરાંત, પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પણ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગંભીર ગુનાઓમાં દોષિત ઠર્યા હોવા છતાં તેને વારંવાર પેરોલ મળતા રહેતા હોવાથી સામાજિક કાર્યકરો અને પીડિત પરિવારોમાં અસંતોષ જોવા મળ્યો છે.
પેરોલના નિયમો
આ 40 દિવસ દરમિયાન રામ રહીમ ક્યાં રોકાશે અને તેના પર કયા નિયમો લાગુ પડશે તે જેલ પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પેરોલ દરમિયાન તે ઉત્તર પ્રદેશના બરનાવા આશ્રમમાં રોકાતો હોય છે.
આ સમયગાળા દરમિયાન તે સોશિયલ મીડિયા કે સભા દ્વારા પોતાના અનુયાયીઓને સંબોધન કરશે કે કેમ તેના પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ