ઝાલાવાડમાં શાળાની છત ધરાશાયી, 10 બાળકોના મોત
ઝાલાવાડના પિપલોડી ગામે સરકારી શાળાની છત પડતાં 10 બાળકોના મોત, અનેક ઘાયલ, બચાવ કામગીરી શરૂ

10 બાળકોના મોત, અનેક ઘાયલ

10 બાળકોના મોત, અનેક ઘાયલ
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવારની સવારે એક અકસ્માતનો એક કિસ્સો સામે આવ્યો છે. દાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પિપલોડી ગામની એક સરકારી શાળાની છત ધરાશાયી થતાં આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ 18થી વધુ બાળકો મલબામાં દટાઈ ગયા છે, જેમાંથી અત્યારસુધી 10 બાળકોના મોત થયા, 9 ગંભીર ઈજાગ્રસ્ત છે અને 28 ઈજાગ્રસ્ત છે.
સ્થાનિક લોકો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી. પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું. હાલ JCB મશીનો દ્વારા મલબો દૂર કરીને બાળકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
ઈજાગ્રસ્ત બાળકોને તરત જ મનોહર થાણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ 60થી 70 બાળકો શાળામાં હાજર હતા, જ્યારે ઈમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો.
દાંગીપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર હાજર છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા પહોંચ્યા છે અને હોસ્પિટલમાં ભારે ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શાળાની છત બહુ જૂની અને ઝીણવટભરી હતી, જેની વરસોથી મરમત કરવામાં આવી ન હોતી. છતની હાલત નબળી હોવાને લીધે આજે સવારે તે અચાનક ધસી પડી. ઘટના સમયે તમામ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર હતા.
સ્થિતિ ગંભીર છે અને સમગ્ર વિસ્તારમાં ભય અને દુઃખનું વાતાવરણ છવાયું છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે અને ઘટના અંગે ઉચ્ચસ્તરે તપાસ શરૂ કરાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...