Rajasthan: પરિવારની સામૂહિક આત્મહત્યા, ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યા
ઉન્ડુ ગામના પરિવારે સતત ત્રાસના પગલે આત્મહત્યા કરી છે, 4 સભ્યોના મૃતદેહ ટાંકીમાંથી મળી આવ્યા

પરિવારના ચાર સભ્યોની આત્મહત્યા

પરિવારના ચાર સભ્યોની આત્મહત્યા
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક મહિલા સહિત એક પરિવારના ચાર સભ્યોએ પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું. આ ઘટના જિલ્લાના ઉન્ડુ ગામમાં બની હતી જ્યાં શિવલાલ (35), તેમની પત્ની કવિતા (32) અને તેમના બે પુત્રો, 8 અને 6 વર્ષના, મંગળવારે સાંજે શિઓ પોલીસ સ્ટેશન હદમાં આવેલા બ્રહ્મનો કી ધાનીમાં તેમના ઘરની બહાર એક ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકનો નાનો ભાઈ ફોન પણ દંપતીનો સંપર્ક કરી ન શકતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.
શિઓના DSP મનારામ ગર્ગે જણાવ્યું હતું કે, "મંગળવારે સાંજે ટાંકીમાંથી મૃતદેહો મળી આવ્યા હતા અને ઘરવાળાને જાણ કરવામાં આવી હતી, અને તેઓ બુધવારે સવારે આવતા તેમની હાજરીમાં મૃતદેહ મેળવવામાં આવ્યો હતો." મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભિયાડ CHCના શબઘરમાં મોકલવામાં આવ્યા હતા.
કવિતાના કાકા ગોપીલાલ દ્વારા જાણવા મળ્યું કે, શિવલાલ PM આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા ભંડોળથી એક અલગ ઘર બનાવવા માંગતો હતો. પરંતુ તેના ભાઈ અને માતાએ તેને મંજૂરી આપી ન હતી. આ સતત ત્રાસને કારણે તેને 29 જૂને સુસાઇડ નોટ લખવાની ફરજ પડી હતી. શિવલાલે આત્મહત્યાનું પગલું ભર્યાના બે દિવસ પહેલા આ નોટ લખી હતી. પરંતુ તેણે તરત જ કોઈ કાર્યવાહી કરી ન હતી. મંગળવારે, તેની માતા બાડમેરમાં તેના ભાઈને મળવા ગઈ અને તેના પિતા ધાર્મિક કાર્ય માટે બહાર ગયા, ત્યારે શિવલાલ અને કવિતાએ તેમના ફોન બંધ કરીને કથિત રીતે આ કડક પગલું ભર્યું હતું.
પોલીસે બંને પક્ષના સંબંધીઓના નિવેદનો નોંધ્યા, અને અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત IPC કલમો હેઠળ ઘરેલુ ઉત્પીડનના આરોપોની તપાસ કરી રહ્યા છે. શિઓ પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછમાં કથિત સુસાઇડ નોટ અને કૌટુંબિક વિવાદોની સામગ્રી તપાસના ભાગ રૂપે ધ્યાનમાં લેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...