દિવાળી-છઠ પૂજા માટે ઉત્તર રેલવેની મોટી જાહેરાત
દિવાળી અને છઠ પૂજાના તહેવારો માટે ઉત્તર રેલવેએ 3 મિલિયન બર્થ ઉમેરીને મુસાફરોને મોટી રાહત

ઉત્તર રેલવેની મોટી જાહેરાત

ઉત્તર રેલવેની મોટી જાહેરાત
દિવાળી અને છઠ પૂજા જેવા મહત્ત્વના તહેવારો દરમિયાન પોતાના વતન જવા માંગતા લાખો મુસાફરોને ઉત્તર રેલવેએ મોટી રાહત આપી છે. IRCTC દ્વારા ટિકિટ બુક કરાવતી વખતે હવે મુસાફરોને વારંવાર દેખાતું 'કોચ રિગ્રેટ' સ્ટેટસ દેખાશે નહિ. ટિકિટની ભારે માંગને ધ્યાનમાં રાખીને રેલવેએ આશરે 3 મિલિયન એટલે કે 30 લાખ વધારાની બર્થ ઉમેરી છે. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જ્યાં 'રિગ્રેટ'નો દરજ્જો આપવાની શક્યતા હોય તેવી ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને આ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
ટ્રેનોમાં 3,000 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા
રેલવેના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, ટ્રેનોમાં 3,000 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, અને મુસાફરોના પ્રવાહના આધારે આ સંખ્યામાં વધારો પણ કરી શકાય છે. તહેવારો દરમિયાન ખાસ કરીને પૂર્વાંચલ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સામાન્ય સંજોગોમાં, 150થી વધુ વેઈટિંગ ટિકિટ જાહેર થયા બાદ બુકિંગ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ હાલમાં નિયમોને લવચીક બનાવીને વધારાના કોચ ઉમેરીને 'રિગ્રેટ' સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આનાથી વેઈટિંગ લિસ્ટમાં ફસાયેલા મુસાફરોને પણ મોટી રાહત મળશે.

કન્ફર્મ ટિકિટની તારીખ બદલવાનો નવો નિયમ
મુસાફરોના હિતમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 7 ઓક્ટોબરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2026થી, મુસાફરો તેમની કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકશે. સૌથી મોટી રાહત એ છે કે, આ ફેરફાર માટે મુસાફરોએ કોઈ કેન્સલેશન ફી કે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહિ. વર્તમાન નિયમો હેઠળ, ટિકિટની તારીખ બદલવા માટે પહેલા ટિકિટ રદ્દ કરવી પડે છે, જેના પર મોટો ચાર્જ કપાય છે, અને આગામી તારીખ માટે કન્ફર્મ ટિકિટ મળવાની કોઈ ગેરંટી હોતી નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર પાસે 20 નવેમ્બરની કન્ફર્મ ટિકિટ હોય અને તે મુસાફરી 25 નવેમ્બર પર મુલતવી રાખવા માંગે, તો તે ઓનલાઈન તારીખ બદલી શકશે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે
આ નવી સિસ્ટમ જાન્યુઆરી 2026થી IRCTC વેબસાઈટ અથવા એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે, જ્યાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને બુકિંગ વિકલ્પ મળશે. મુસાફર તે જ ટ્રેનમાં મુસાફરીની નવી તારીખ પસંદ કરી શકશે. જો નવી તારીખ માટે સીટ ઉપલબ્ધ હશે, તો બુકિંગ કન્ફર્મ કરવામાં આવશે અને કોઈ રદ્દ ફી વિના નવી ટિકિટ જનરેટ થશે. જોકે, આ નવી પ્રક્રિયા કન્ફર્મ ટિકિટના બદલામાં કન્ફર્મ ટિકિટની ગેરંટી આપતી નથી, સીટની ઉપલબ્ધતાના આધારે ટિકિટ આપવામાં આવશે. હાલમાં આ સુવિધા માત્ર કન્ફર્મ ટિકિટ પર જ લાગુ થશે, વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે કોઈ ફેરફાર નથી. આ ફેરફારથી લાખો મુસાફરોને ફાયદો થશે જેઓ તેમની કન્ફર્મ રેલવે ટિકિટની મુસાફરીની તીરીખ બદલવા માંગે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...