રાહુલ ગાંધીના PM મોદીની વિદેશ નીતિ પર પ્રહાર, 'ટ્રમ્પના ઈશારાથી સીઝફાયર'
ભોપાલમાં કોંગ્રેસ સંમેલનમાં રાહુલ ગાંધીએ PM મોદીની વિદેશ નીતિ, સીઝફાયર, બંધારણ અને RSS-ભાજપના કથિત નિયંત્રણ પર તીખા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી
ભોપાલ ખાતે યોજાયેલા કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં રાહુલ ગાંધીએ સીઝફાયર મુદ્દે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને ઘેરી લીધા હતા. રાહુલે પોતાના સંબોધનમાં ભાજપ અને RSS પર ઘાઘટાપૂર્વક પ્રહારો કર્યા અને જણાવ્યું કે, આજના ભારતમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે - એક બાજુ બંધારણ સાથે જોડાયેલી કોંગ્રેસ છે, જ્યારે બીજી બાજુ બંધારણને નાબૂદ કરવા માંગતી ભાજપ અને RSS છે.
રાહુલે આરોપ લગાવ્યો કે, દેશની દરેક બંધારણીય સંસ્થાઓ પર હવે RSS અને ભાજપનું નિયંત્રણ છે. તેમણે પોતાના લોકો દરેક સંસ્થામાં ઘૂસાડી દીધા છે અને ધીમે-ધીમે દેશના લોકશાહીનું ગળું દબાવી રહ્યા છે.
આ પ્રસંગે રાહુલે કોંગ્રેસની 2 મુખ્ય લડાઇઓનો ઉલ્લેખ કર્યો છે - બંધારણનું રક્ષણ અને સામાજિક ન્યાય. તેમણે જણાવ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી સંસદમાંથી પસાર કરીને અમલમાં લાવવી અમારી પ્રતિબદ્ધતા છે.
ભાજપ અને RSSના લોકો પર ભયપટુ હોવાનો આરોપ લગાવતા રાહુલે કહ્યું કે, તેઓ પર દબાણ આવે એટલે તરત ડરીને ભાગી જાય છે. રાહુલે આને વિપક્ષની તાકાત અને લોકોની એકતાનું પરિણામ ગણાવ્યું.
વિદેશ નીતિ મુદ્દે ખાસ કરીને PM મોદીને નિશાન પર લેતા રાહુલે કહ્યું કે, "ટ્રમ્પે ફોન કર્યો અને પુછ્યું કે શું કરી રહ્યા છો મોદી? પછી કહ્યું - નરેન્દ્ર, શરણાગતિ સ્વીકારો. અને મોદીએ જી હૂજુર કરીને તેમનું માન્યું."
આ સંદર્ભમાં ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતાં રાહુલે જણાવ્યું કે, "ત્યારે ફોન ન હતો આવ્યો પણ 7મી ફલિટ આવી હતી, તો પણ ઇન્દિરાજી કહ્યું હતું ક, હું જે કરવું છે તે કરીશ. એ લોકો એવા હતા – કોઈ પણ દબાણ સામે શરણાગતિ ન સ્વીકારનાર. ગાંધીજી, નેહરુજી, સરદાર પટેલ જેવા નેતાઓ સ્વતંત્ર ભારતના સાચા પ્રતિનિધિ હતા."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.