પ્રિયાંક ખડગેનું નિવેદન: 'RSS પરથી પ્રતિબંધ હટાવવો મોટી ભૂલ હતી'
કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું કે, RSS પરનો પ્રતિબંધ હટાવવો ભૂલ હતો. તેમણે આરોપ મૂક્યો કે, RSSને બંધારણથી એલર્જી છે અને તે ...

પ્રિયાંક ખડગે

પ્રિયાંક ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ RSS વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદન પર ચુપ્પી તોડી છે. તેમણે પુનરાવર્તન કર્યું કે, "RSS પરથી પ્રતિબંધ હટાવવો એક મોટી ભૂલ હતી."
તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "પહેલા ભાજપે પોતાનું બંધારણ જોઈ લેવું જોઈએ જેમાં ધર્મનિરપેક્ષતા દર્શાવવામાં આવી છે. તેમને બંધારણથી સમસ્યા છે કારણ કે તેમણે મનુસ્મૃતિને વધુ માન આપ્યું છે."
પ્રિયાંકે સ્પષ્ટ કહ્યું કે, જો બંધારણમાં કોઈ ફેરફાર થશે તો તે આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જ થશે, દેશને વિભાજિત કરવા નહિ. તેમણે આરોપ મૂક્યો કે, RSS હંમેશાં 'વન નેશન વન રિલિજન' એજન્ડા પર ચાલે છે.
ખડગેએ કહ્યું કે, બંધારણ દરેક નાગરિકને રાજકીય, સામાજિક અને આર્થિક સમાનતા આપે છે અને એ જ કારણ છે કે RSSને તેનો વિરોધ છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ જણાવ્યું હતું કે, જો તેમને પૂરતી શક્તિ મળે તો તેઓ સંવિધાનિક સાધનો દ્વારા RSSની "ઝેરી અને રાષ્ટ્રવિરોધી મશીનરી"નો નાશ કરશે.
કર્ણાટકના રાજકીય હાલચાલ પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોઈ પરિવર્તન થવાનું નથી કારણ કે મુખ્યમંત્રી અને કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટ કરી દીધું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...