પ્રયાગરાજ:કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ટાંકી ફાટતા 4ના મોત
ફાફામઉમાં એમોનિયા ગેસ લીક થતા સર્જાઈ મોટી હોનારત, 16 કામદારોનું દિલધડક રેસ્ક્યુ કરાયું

પ્રયાગરાજ કોલ્ડ સ્ટોરેજ દુર્ઘટના

પ્રયાગરાજ કોલ્ડ સ્ટોરેજ દુર્ઘટના
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ફાફામઉ વિસ્તારના ચાંદપુર ગામમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસની ટાંકી પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટતા સમગ્ર બિલ્ડિંગની છત ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે કાટમાળ નીચે દટાયેલા 16 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાઈ આ હોનારત ?
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદપુર ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અંસાર અહેમદની માલિકીનું 'આદર્શ કોલ્ડ સ્ટોરેજ' આવેલું છે. હાલમાં બટાકાના સંગ્રહની સીઝન ચાલતી હોવાથી મોટી સંખ્યામાં શ્રમિકો ત્યાં કાર્યરત હતા. બપોરના સમયે અચાનક એમોનિયા ગેસથી ભરેલી ટાંકીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે કોલ્ડ સ્ટોરેજની મજબૂત છત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી અને કામદારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
ગેસ લીકેજથી બચાવ કામગીરીમાં અવરોધ :
વિસ્ફોટ બાદ વાતાવરણમાં એમોનિયા ગેસ પ્રસરી જવાથી આસપાસના વિસ્તારમાં પણ ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાફામઉ પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગેસના તીવ્ર પ્રભાવ વચ્ચે પણ રેસ્ક્યુ ટીમોએ અત્યાર સુધીમાં 16 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકાએ જેસીબી મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પોલીસ તપાસ અને બેદરકારીનો મુદ્દો :
પ્રયાગરાજ પોલીસ કમિશનર જોગેન્દ્ર કુમારે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સ્ટોરેજ યુનિટના લાયસન્સ અને તેના રિન્યુઅલ પ્રક્રિયાની ઉંડી તપાસ કરવામાં આવશે. જો સુરક્ષાના નિયમોમાં કોઈ ચૂક કે બેદરકારી જણાશે તો સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા ભીડને કાબૂમાં લેવા અને અસરગ્રસ્તોને ત્વરિત સહાય પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ