Jammu and Kashmir : પૂંછમાં ગમખ્વાર બસ દુર્ઘટના, 4 લોકોના મોત, 25 ઘાયલ
ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

પૂંછમાં બસ દુર્ઘટના...

પૂંછમાં બસ દુર્ઘટના...
જમ્મુ-કાશ્મીરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂંછ જિલ્લાના ગની મેંઢર વિસ્તારમાં એક બસ દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈને ખાઈમાં પડી ગઈ.
ઘટનાની જાણ થતાં જ સેનાના જવાનો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢીને સારવાર માટે મેંઢરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના અંગે પ્રાથમિક માહિતી અનુસાર, બસના ડ્રાઇવરે વાહન પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
4 મેના રોજ સેનાનું વાહન પણ બન્યું હતું દુર્ઘટનાનો શિકાર...
આ કરુણ ઘટના પહેલાં, 4 મેના રોજ પણ જમ્મુ-કાશ્મીરમાં એક આવી જ દુર્ઘટના બની હતી. રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 3 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃતક જવાનોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને મન બહાદુર તરીકે થઈ હતી. તે દુર્ઘટનામાં પણ ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે વાહન 600 મીટર ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા સેનાના કાફલાનો ભાગ હતું અને આ દુર્ઘટના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે 44 પર સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે બની હતી.
એક જ સપ્તાહમાં બે મોટી દુર્ઘટનાઓએ જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વાહન ચલાવવાની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસ બંને ઘટનાઓની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.