વાયુ પ્રદૂષણ અને હવામાનની ગંભીર અસરો
ઉત્તર ભારતમાં AQI સ્તર જોખમી સપાટીએ પહોંચ્યો, અને હવામાનમાં પણ મોટા ફેરફારો નોંધાયો

વાયુ પ્રદૂષણ

વાયુ પ્રદૂષણ
સભ્ય સમાજના વિકાસની આડઅસર રૂપે આજે વાયુ પ્રદૂષણ એક ભયંકર વૈશ્વિક ખતરો બનીને સામે આવ્યું છે. આ પ્રદૂષણ માત્ર લાખો લોકોના મૃત્યુનું કારણ નથી, પરંતુ માનવ સ્વાસ્થ્ય સામે ફેફસાં, શ્વસનતંત્ર અને હૃદયની ગંભીર બીમારીઓ જેવા અનેક જોખમો ઊભા કરી રહ્યું છે. બોસ્ટનની હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલ 'સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2025' એ વાયુ પ્રદૂષણની આ ગંભીર અસરો અંગે ચેતવણી આપી છે.
ચીનમાં પણ 20 લાખ લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ
વિશ્વમાં હવાના પ્રદૂષણથી થતા 79 લાખ મૃત્યુમાંથી લગભગ અડધા મૃત્યુ તો માત્ર ભારત અને ચીનમાં જ થાય છે, જ્યાં વાયુ પ્રદૂષણની સર્વાધિક અસર છે. ભારતમાં દર વર્ષે 20 લાખ અને ચીનમાં પણ 20 લાખ લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ પામે છે, જે દર્શાવે છે કે, બંને દેશોમાં લગભગ 40 લાખ લોકોના મોત પાછળ તે જવાબદાર છે. ચીન, ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, બ્રાઝિલ જેવા દેશોમાં પણ ખતરનાક અસરો જોવા મળી છે.
સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની આડઅસરો અને મૃત્યુઆંક
ખરાબ હવા હવે વૈશ્વિક સ્તરે સરેરાશ 8માંથી 1 મૃત્યુનું કારણ બની ગઈ છે, અને જગતની ૩૬ ટકા વસતી ભયાનક વાયુ પ્રદૂષણની અસર હેઠળ જીવી રહી છે. ડિમેન્શિયા, ડાયાબિટીસ, શ્વસનતંત્રના રોગો, અને હૃદયરોગ જેવા ગંભીર રોગો પાછળ પણ હવાનું પ્રદૂષણ જવાબદાર છે. રિપોર્ટ અનુસાર, વિશ્વમાં 25 ટકા હાર્ટની બીમારીઓ માટે વાયુ પ્રદૂષણ કારણભૂત છે. હાઈ બ્લડ પ્રેશર એ અપમૃત્યુનું દુનિયામાં પ્રથમ કારણ છે, જ્યારે બીજા ક્રમે વાયુ પ્રદૂષણ આવે છે.
આ પણ વાંચો: દિલ્હી વાયુ પ્રદૂષણમાં થોડો ઘટાડો, સરેરાશ AQI 335 નોંધાયો
5 વર્ષમાં વાર્ષિક 1 કરોડ લોકોનું વાયુ પ્રદૂષણથી મૃત્યુ
છેલ્લાં 5 વર્ષમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે, જેના કારણે એક દાયકા પહેલાંનો 50 લાખનો મૃત્યુનો આંકડો વધીને બમણો થયો છે. દહેશત વ્યક્ત કરાઈ છે કે, આગામી 5 વર્ષમાં વાર્ષિક 1 કરોડ લોકો વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામી શકે છે. PM 2.5 જેવા સૂક્ષ્મ કણો ફેફસાંમાં પહોંચીને સોજો અને બળતરા પેદા કરે છે. લાંબા ગાળે આ કણો રક્તવાહિનીઓને અસ્થિર કરીને હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને કેન્સર જેવા ગંભીર વિકારોમાં પરિણમે છે.
ઉત્તર ભારતમાં પ્રદૂષણનો ઉગ્ર વધારો
શિયાળાની શરૂઆત થતાં જ વધતા વાયુ પ્રદૂષણ દિલ્હીને ધુમ્મસની ચાદરમાં ઢાંકી દીધું છે, અને દિવાળીની રાતથી દિલ્હી-NCRમાં હવા ઝેરી બની ગઈ છે. રવિવારે સવારે, આનંદ વિહાર અને વઝીરપુરમાં સતત બીજા દિવસે AQI સ્તર 400થી ઉપર નોંધાયું હતું, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. આ દરમિયાન, પંજાબના કપૂરથલામાં AQI 1000થી વધુ નોંધાયો હતો, જે સૌથી ખતરનાક અને ભયજનક સ્તર છે. બીજી તરફ, હવામાનમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.
હિમાલયના રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો
ઓક્ટોબરમાં થયેલી હિમવર્ષા બાદ હિમાલયના રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના પરિણામે ઉત્તરાખંડના ચમોલીમાં ભારત-ચીન સરહદ નજીક આશરે 18,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત દેવતાલ તળાવ સંપૂર્ણપણે થીજી ગયું છે. વધુમાં, બંગાળની ખાડીમાં એક લો પ્રેશરનો વિસ્તાર આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે, જે 27 ઓક્ટોબરે ચક્રવાત 'મોન્થા'માં ફેરવાઈ શકે છે, જેના માટે ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 'મોન્થા' નામ થાઈલેન્ડે આપ્યું છે, જેનો અર્થ સુગંધિત અથવા સુંદર ફૂલ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...