India Pakistan Conflict : POK અમારું, આતંક બંધ તો જ પાણી, ભારતનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ...
POK પર ગેરકાયદેસર કબજો જ મુદ્દો, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપશે સિંધુનું પાણી નહીં: ભારત

ભારતની પાકિસ્તાનને આખરી ચેતવણી...

ભારતની પાકિસ્તાનને આખરી ચેતવણી...
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ બ્રીફિંગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દાને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય રીતે ઉકેલવા પડશે. આ જાહેર નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.
તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કોઈપણ મુદ્દાનો ઉકેલ દ્વિપક્ષીય વાટાઘાટોથી થશે અને હવે વાત POK પરના ગેરકાયદેસર કબજા પર થશે. લાંબા સમયથી અમારું વલણ એ છે કે કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ; આ વલણ બદલાયું નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ અનુસાર, જ્યાં સુધી ભારત આતંકવાદને સમર્થન આપશે ત્યાં સુધી સિંધુનું પાણી નહીં મળે. પાકિસ્તાને યુદ્ધવિરામની માંગ કરી હતી. એરબેઝ તબાહ થયા બાદ પાકિસ્તાનના સૂર બદલાયા છે. આતંકવાદી સંગઠન TRF વિશે યુએનએસસીને વધુ પુરાવા આપવામાં આવશે. પાકિસ્તાને ભારતના ઠેકાણાઓ પર હુમલાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. 10 મેના રોજ એરબેઝ પર હુમલા બાદ પાકિસ્તાન ઘૂંટણીએ આવ્યું હતું. પાકિસ્તાન POK ખાલી કરે. પાકિસ્તાને સૈન્ય કાર્યવાહી બંધ કરી દીધી છે. ભારતે 22 એપ્રિલના આતંકી હુમલાનો જવાબ આપ્યો છે. હાર્યા બાદ પણ ઢોલ વગાડવાનું પાકિસ્તાનનું જૂનું વલણ છે. પાકિસ્તાન હાર્યા બાદ પણ જશ્ન મનાવવાનો ડોળ કરે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, કાશ્મીર પર ઇસ્લામાબાદ સાથેનો એકમાત્ર મુદ્દો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા વિસ્તારોને ભારતને પરત કરવાનો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ઉદ્યોગની જેમ આતંકવાદને પોષણ આપ્યું છે. તેમણે સાથે જ કહ્યું કે, ભારતે તે આતંકવાદી માળખાને નષ્ટ કર્યા છે જે માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિશ્વભરના ઘણા અન્ય નિર્દોષ લોકોના મોત માટે પણ જવાબદાર હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.