PM મોદી 8 દિવસમાં 5 દેશોની મુલાકાતે જશે, જાણો ઘાનાથી નામિબિયા સુધી દરેક દેશનું વ્યૂહાત્મક મહત્વ
વડાપ્રધાન મોદી 2થી 10 જુલાઈ દરમિયાન ઘાના, ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા જેવા વ્યૂહાત્મક રીતે મહત્વના 5 દેશોની મુલાકાત લેશે.

PM મોદી

PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 10 જુલાઈ સુધીના 8 દિવસમાં 5 દેશોની વ્યૂહાત્મક મુલાકાતે જશે. આ દેશોમાં ઘાના, ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનો સમાવેશ થાય છે. જેમાંથી ઘાના, ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના અને બ્રાઝિલ એમ 4 દેશોમાં તેઓ પ્રથમ વખત જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ભારત આર્થિક અને રાજદ્વારી સ્તરે મહત્વના કરારો કરી શકે છે.
ઘાના- 2થી 3 જુલાઈ
30 વર્ષ પછી ઘાનાની મુલાકાત લેનાર PM મોદી ઘાનાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ સાથે મુલાકાત કરશે અને ઘાનાની સંસદને સંબોધિત કરશે. ઘાના ભારત માટે એક મોટો વેપાર સાથીદાર છે, ખાસ કરીને સોનાની આયાતના મુદ્દે બંને દેશો વચ્ચે ઊર્જા, સંરક્ષણ અને વિકાસ સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
ત્રિનિદાદ-ટોબેગો- 3થી 4 જુલાઈ
ત્રિનિદાદ-ટોબેગોની 40-45% વસ્તી ભારતીય મૂળની છે. વડાપ્રધાન મોદી ત્રિનિદાદ-ટોબેગોની મુલાકાતે પહેલીવાર જઈ રહ્યા છે, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત ત્રિનિદાદમાં ભારતીયો આગમનના 180 વર્ષના અવસરે થઈ રહી છે. 2024-25માં બન્ને દેશો વચ્ચેનો વેપાર 341.61 મિલિયન ડોલર રહ્યો છે.
આર્જેન્ટિના-4થી 5 જુલાઈ
57 વર્ષ બાદ PM મોદી આર્જેન્ટિના જશે. તેઓ રાષ્ટ્રપતિ જેવિયર માઈલી સાથે સંરક્ષણ, કૃષિ, માઈનિંગ, ઊર્જા વગેરે મુદ્દે સહયોગ વધારશે. લિથિયમ ક્ષેત્રે બંને દેશોની ભાગીદારી મહત્વપૂર્ણ બની છે, જે ભારતની ગ્રીન એનર્જી માટે મહત્વપૂર્ણ છે.
5થી 8 જુલાઈ બ્રાઝિલ
PM મોદી રિયો ડી જાનેરોમાં BRICS સમિટમાં ભાગ લેશે અને રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. વાતચીતમાં વૈશ્વિક શાસન, સુરક્ષા, AI, આરોગ્ય, અને વાતાવરણ જેવા મુદ્દાઓનો સમાવેશ રહેશે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
નામિબિયામાં PM મોદી રાષ્ટ્રપતિને મળશે, સંસદને સંબોધિત કરશે અને દેશના પિતામહ સમ નુજોમાને શ્રદ્ધાંજલિ અર્પશે. ભારત અને નામિબિયા વચ્ચે ખનિજ, હીરા ઉદ્યોગ અને ચિત્તા પ્રોજેક્ટ જેવા ક્ષેત્રે સહયોગ વધ્યો છે. વર્તમાનમાં વ્યાપાર 600 મિલિયન ડોલર સુધી પહોંચ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...