'વક્ફની જમીનોનો યોગ્ય ઉપયોગ થયો હોત તો મુસ્લિમ યુવાનો પંક્ચર ન બનાવતા' , PM મોદી કોંગ્રેસ પર વરસ્યા
બાબાસાહેબનું અપમાન અને તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ : PM મોદી

PM મોદીનો હિસારમાં કોંગ્રેસ પર આકરો પ્રહાર...

PM મોદીનો હિસારમાં કોંગ્રેસ પર આકરો પ્રહાર...
આજે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે PM નરેન્દ્ર મોદીએ હરિયાણાના પહેલા એરપોર્ટથી હિસાર-અયોધ્યા ફ્લાઇટને લીલી ઝંડી બતાવી. તેમણે ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો. આ પ્રસંગે આયોજિત જનસભાને સંબોધતા PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.
તેમણે કહ્યું કે, કોંગ્રેસે બંધારણને સત્તા મેળવવાનું હથિયાર બનાવી દીધું છે. જ્યારે પણ તેમને લાગ્યું કે સત્તા તેમના હાથમાંથી સરકી રહી છે, ત્યારે તેમણે બંધારણને કચડી નાખ્યું, જેવું કે તેમણે કટોકટી દરમિયાન કર્યું હતું. બંધારણની ભાવના સ્પષ્ટપણે કહે છે કે તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ, જેને હું ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા કહું છું. પરંતુ કોંગ્રેસે તેને ક્યારેય લાગુ ન કરી.
PM એ ભારપૂર્વક જણાવ્યું કે, આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકર સાથે શું કર્યું. જ્યારે તેઓ જીવિત હતા, ત્યારે કોંગ્રેસે તેમનું વારંવાર અપમાન કર્યું. તેમણે તેમને બે વખત ચૂંટણીમાં હરાવ્યા. કોંગ્રેસ તેમને ઉખેડી ફેંકવા માંગતી હતી, તેમણે તેમને સિસ્ટમથી બહાર રાખવાનું કાવતરું રચ્યું હતું. તેમના મૃત્યુ પછી, તેમણે તેમની યાદોને પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. બાબાસાહેબ સમાનતાના હિમાયતી હતા, પરંતુ કોંગ્રેસે સમગ્ર દેશમાં વોટ બેંકની રાજનીતિનો વાયરસ ફેલાવ્યો. PM મોદીએ એવો પણ પ્રશ્ન કર્યો કે કોંગ્રેસ કોઈ મુસ્લિમને પોતાનો અધ્યક્ષ કેમ નથી બનાવતી અને પોતાની ચૂંટણીની 50 ટકા ટિકિટો મુસ્લિમ ઉમેદવારો માટે કેમ નથી અનામત રાખતી.
વક્ફ કાયદા પર PM મોદી શું બોલ્યા...
PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર કેટલાક કટ્ટરપંથીઓને જ ખુશ કર્યા છે. બાકી સમાજ બેહાલ રહ્યો, અશિક્ષિત રહ્યો, ગરીબ રહ્યો. કોંગ્રેસની આ કુનીતિનું સૌથી મોટું પ્રમાણ વક્ફ કાયદો છે. PM એ આગળ કહ્યું કે, હવે નવા વક્ફ કાયદા હેઠળ કોઈપણ આદિવાસીની જમીનને હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાં તેની સંપત્તિને આ વક્ફ બોર્ડ હાથ પણ નહીં લગાવી શકે. નવા જોગવાઈઓથી વક્ફની પવિત્ર ભાવનાનું સન્માન થશે.
મોદીએ કહ્યું કે, વક્ફના નામે લાખો હેક્ટર જમીન સમગ્ર દેશમાં છે. આ જમીનથી ગરીબોનું, બેસહારા મહિલાઓ-બાળકોનું ભલું થવું જોઈએ હતું. આજે ઈમાનદારીથી તેનો ઉપયોગ થયો હોત તો મુસલમાનોને સાયકલના પંચર બનાવવા જવાની જરૂર ન પડત. તેનાથી માત્ર ભૂ-માફિયાને જ ફાયદો થયો. આ માફિયા આ કાયદા દ્વારા ગરીબોની જમીન લૂંટી રહ્યા હતા. સેંકડો વિધવા મુસ્લિમ મહિલાઓએ ભારત સરકારને ચિઠ્ઠી લખી, ત્યારે જઈને સરકારે આ બદલાવ કર્યો છે. અમે ખૂબ મોટું કામ કર્યું છે, અમે આ વક્ફ કાયદામાં એક વધુ જોગવાઈ કરી છે.
PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર...
PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે આ દેશમાં SC, ST અને પછાત જાતિઓને બીજા દરજ્જાના નાગરિક માન્યા છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ સ્વિમિંગ પુલ જેવી સુખ-સુવિધાઓનો આનંદ લેતા હતા, ત્યારે ગામડાઓમાં દર 100 ઘરોમાંથી માત્ર 16 ઘરોમાં પાઇપથી પાણીની સુવિધા હતી અને સૌથી વધુ પ્રભાવિત થનારાઓમાં SC, ST અને પછાત જાતિઓ હતી. માત્ર 6-7 વર્ષોમાં, અમારી સરકારે 12 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પાણીના કનેક્શન આપ્યા છે. હવે દર 100 ગ્રામીણ ઘરોમાંથી 80 ઘરોમાં સ્વચ્છ પાણીની સુવિધા છે, અને અમે આ સંખ્યાને 100 ટકા સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ.
કોંગ્રેસે કેટલાક કટ્ટરપંથીઓને ખુશ કરવાનું કામ કર્યું – PM
PM મોદીએ જનસભામાં કહ્યું કે, કર્ણાટક સરકારે SC, ST અને પછાત વર્ગના અધિકારો છીનવી લીધા અને ધર્મના આધારે અનામત આપ્યું. પરંતુ બાબાસાહેબ આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિએ મુસ્લિમ સમુદાયનું ભલું નથી કર્યું, પરંતુ તેમને નુકસાન જ પહોંચાડ્યું છે. કોંગ્રેસે માત્ર કેટલાક કટ્ટરપંથીઓને ખુશ કરવાનું કામ કર્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.