PM મોદીનો ડબલ રોલ, શહીદના પરિવારને સાંત્વના, ઉભરતા ક્રિકેટરને પ્રોત્સાહન
PM મોદીએ શહીદ શુભમ દ્વિવેદીના પરિવારને સાંત્વના આપી, 'આતંકવાદ સામે લડાઈ ચાલુ રહેશે' તેવી ખાતરી આપી...

આતંકને પડકાર, યુવાને ઉડાન...

આતંકને પડકાર, યુવાને ઉડાન...
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે બે અલગ-અલગ મુલાકાતો દ્વારા સંવેદનશીલતા અને પ્રોત્સાહનનો મિશ્ર સંદેશ આપ્યો હતો. એક તરફ, તેમણે કાનપુરના ચકેરી એરપોર્ટ પર પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી, જ્યારે બીજી તરફ પટના એરપોર્ટ પર 14 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળીને તેનું મનોબળ વધાર્યું.
શહીદના પરિવારને PM ની સાંત્વના...
પહેલગામમાં આતંકી હુમલામાં ગોળી વાગવાથી શહીદ થયેલા શુભમ દ્વિવેદીના પરિવારે જ્યારે PM મોદી સાથે મુલાકાત કરી, ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. PM મોદીએ શુભમ દ્વિવેદીના પરિવારને દ્રઢતાપૂર્વક આશ્વાસન આપ્યું કે, આતંકવાદ સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. તેમણે શુભમની પત્ની ઐશ્ન્યાનું પણ હાલચાલ પૂછ્યા અને કહ્યું કે, "આ જઘન્ય અપરાધ સામે અમે પરિવારની સાથે મજબૂતીથી ઊભા છીએ."

નોંધનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકીઓએ 26 નિર્દોષ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી, જેમાં ધર્મ પૂછીને નિશાન બનાવવામાં આવ્યા હતા. PM મોદીની આ મુલાકાત શહીદના પરિવારને હિંમત આપવા અને આતંકવાદ સામે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને PM મોદીનો પ્રોત્સાહન...
પટનામાં બે દિવસીય બિહાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ પરત ફરતી વખતે, PM મોદીએ પટના એરપોર્ટ પર 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત કરી. વૈભવે PM ના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે વૈભવના માતા-પિતા પણ હાજર હતા. PM મોદીએ વૈભવના પરિવાર સાથે લગભગ 10 મિનિટ વિતાવી હતી, જોકે ચર્ચાનો વિષય જાહેર કરવામાં આવ્યો નથી.

વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 23 દિવસની ઉંમરે IPL માં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો છે. તે IPL ના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ડેબ્યુ કરનાર ખેલાડી બન્યો છે. તેણે 19 એપ્રિલ 2025 ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. PM મોદીની આ મુલાકાત યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની તેમની નીતિનો એક ભાગ છે.
આ બંને મુલાકાતો દર્શાવે છે કે, PM દેશની સુરક્ષા અને યુવાનોના ભવિષ્ય બંને પ્રત્યે સમાન રીતે સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.