PM મોદીનો નવો ઈતિહાસ; બન્યા સૌથી લાંબા સમયના વડા
ગુજરાતથી દિલ્હી સુધીની અવિરત સફર; સતત 24 વર્ષથી જનતાની સેવામાં સમર્પિત

PM મોદીનો નવો ઈતિહાસ

PM મોદીનો નવો ઈતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકેનો તેમનો સંયુક્ત કાર્યકાળ હવે 8,931 દિવસનો થઈ ગયો છે. આ સાથે જ તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
વર્ષ 2001માં જ્યારે ગુજરાત ભૂકંપ, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમણે ગુજરાતને આર્થિક પાવરહાઉસ બનાવ્યા બાદ 2014માં દેશની કમાન સંભાળી. તેઓ આઝાદી પછી જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે જેમણે સતત ત્રણ વખત બહુમતી સાથે લોકસભા ચૂંટણી જીતી છે.
આ ખાસ પ્રસંગે વડાપ્રધાને જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, જ્યારે તેમણે જાહેર જીવનની શરૂઆત કરી ત્યારે તેમની માતાએ તેમને બે મહત્વની સલાહ આપી હતી:
"હંમેશા ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ન લેતો." વડાપ્રધાને કહ્યું કે આ બે સિદ્ધાંતોએ જ તેમના બે દાયકાથી વધુના શાસનકાળમાં દરેક નિર્ણય લેવામાં માર્ગદર્શન આપ્યું છે. આ અગાઉ આ રેકોર્ડ સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ પાસે હતો. ચામલિંગનો કાર્યકાળ 8,930 દિવસનો હતો જેણે મોદી દ્વારા સરપાસ કરી દેવામાં આવ્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિને 'રાષ્ટ્ર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ' ગણાવ્યું હતું. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું કે, "તેમણે પરિવાર અને આરામનો ત્યાગ કર્યો. જ્યારે અન્ય લોકો આરામ કરતા હતા, ત્યારે તેઓ કામ કરતા હતા. આ માત્ર રાજકીય રેકોર્ડ નથી, પણ માનવ સેવાના સમર્પણનો રેકોર્ડ છે."
Prime Minister Shri @narendramodi is now the longest-serving head of a government in India.
— Rajnath Singh (@rajnathsingh) March 22, 2026
Pure devotion to the nation and its people defines PM Modi Ji. From his unwavering commitment as the Chief Minister of Gujarat to his dedicated leadership as the Prime Minister, his life… pic.twitter.com/llGPwziZZC
આગામી લક્ષ્ય: વિકસિત ભારત
વડાપ્રધાને આ પ્રસંગે જનતાનો આભાર માનતા જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબીરેખામાંથી બહાર લાવવા એ તેમની મોટી સિદ્ધિ છે.
હવે તેમનું એકમાત્ર લક્ષ્ય 'વિકસિત ભારત' બનાવવાનું છે, જેમાં નારી શક્તિ, યુવા શક્તિ અને ખેડૂતોનું કલ્યાણ કેન્દ્રસ્થાને રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ