પરવીન બાબીનું જન્મસ્થળ પણ ધ્વસ્ત
જૂનાગઢમાં 54 રૂમની નવાબી હવેલી 12 દિવસમાં તોડી પાડી, કિંમતી સાગ-પથ્થર રાતોરાત ગાયબ

પરવીન બાબીનું જન્મસ્થળ ધ્વસ્ત

પરવીન બાબીનું જન્મસ્થળ ધ્વસ્ત
ગુજરાતના જૂનાગઢ શહેરમાં નવાબી વારસાનો એક ભવ્ય ભાગ ધ્વસ્ત થયો છે. બોલિવૂડ એક્ટ્રેસ પરવીન બાબીના જન્મસ્થાન તરીકે ઓળખાતી 54 રૂમની ઐતિહાસિક હવેલી છેલ્લા 12 દિવસમાં રહસ્યમય રીતે તોડી પાડવામાં આવી છે. આ હવેલીમાંથી કલાત્મક કમાન, કિંમતી સાગના લાકડાના બારી-દરવાજા, વિશાળ બીમ અને નવાબી પથ્થરો રાતોરાત ટ્રેક્ટરોમાં ભરીને ગાયબ કરી દેવામાં આવ્યા છે.
12 દિવસની ગુપ્ત તોડફોડ સ્થાનિક વેપારી રિઝવાન સોરઠીયાના જણાવ્યા અનુસાર, આ હવેલી એટલી મજબૂત હતી કે 2 JCB અને હેવી ક્રેનથી પણ તે હલતી નહોતી. છેવટે કમાનને વાયરથી ખેંચીને તોડવી પડી. રાત્રે 10-11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કામ ચાલતું હતું. આ દરમિયાન આસપાસના રસ્તાઓ પતરાં મારીને બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકોની અવરજવર પર પ્રતિબંધ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી હતી.
મનપા-પોલીસને ‘ખબર જ નથી’ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે જણાવ્યું કે આ મિલકત કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી નથી. R&B વિભાગે પણ કહ્યું કે આ મિલકત તેમના હસ્તક નથી. આટલું મોટું ઓપરેશન થતાં પણ તંત્રની નજર કેમ ન ચડી તે સવાલ ઊભો થયો છે.
બાબી ટ્રસ્ટનો રોષ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ ઘટનાની ભારે નિંદા કરી છે. તેઓ મુંબઈથી જૂનાગઢ આવીને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે. ટ્રસ્ટી રેહાન બાબીએ જણાવ્યું કે આ હવેલી બાબી પરિવારને નવાબ દ્વારા ગરાસમાં મળેલી હતી અને તેમાં પરવીન બાબીનો જન્મ થયો હતો.
પરવીન બાબીનો સંક્ષિપ્ત પરિચય પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1954ના રોજ જૂનાગઢમાં થયો હતો. તેમના પિતા વલી મોહમ્મદ ખાન અને માતા જમાલ બખ્તના એકમાત્ર સંતાન હતાં. તેમણે જૂનાગઢની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ અને અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં B.A. અને M.A. કર્યું. 1973માં ‘ચરિત્ર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.
સોશિયલ મીડિયા પર ચર્ચા #ParveenBabiHouse #JunagadhHeritage #HeritageDestruction ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે:
સ્થાનિક લોકો અને ઇતિહાસપ્રેમીઓ હવે ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.