પાકિસ્તાનની જૂનિયર હોકી વર્લ્ડ કપ 2025માંથી પીછેહઠ
એશિયા કપ વિવાદની અસર હોકી પર, પાકિસ્તાન ફેડરેશનને ખેલાડીઓની સુરક્ષાની ચિંતા.

જૂનિયર હોકી વર્લ્ડ કપ 2025

જૂનિયર હોકી વર્લ્ડ કપ 2025
પાકિસ્તાને ભારતમાં આયોજિત થનારા FIH મેન્સ જૂનિયર હોકી વર્લ્ડ કપ તમિલનાડુ 2025માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)એ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ ટુર્નામેન્ટ નવેમ્બર 28થી ડિસેમ્બર 28 દરમિયાન ચેન્નઈ અને મદુરાઈમાં યોજાવાની છે. પાકિસ્તાનના આ નિર્ણયને પગલે FIH ટૂંક સમયમાં તેની જગ્યાએ આવનારી વૈકલ્પિક ટીમની જાહેરાત કરશે.
વિવાદનું મૂળ: તણાવપૂર્ણ સંબંધો
પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)ના સચિવ રાણા મુજાહિદે ટીમના ખસી જવા પાછળનું મુખ્ય કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલના તંગ સંબંધોને ગણાવ્યું છે. તેમનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિ ટીમ મોકલવા માટે યોગ્ય નથી. મુજાહિદે ખાસ કરીને વર્ષ 2025માં UAEમાં આયોજિત થયેલા એશિયા કપ ક્રિકેટ ઇવેન્ટનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું અને PHF અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો.
ટેલિકોમ એશિયા સ્પોર્ટસને આપેલા એક નિવેદનમાં રાણા મુજાહિદે કહ્યું હતું કે, "હા, અમને લાગે છે કે વર્તમાન પરિસ્થિતિ અનુકૂળ નથી. એશિયા કપ ક્રિકેટ ઇવેન્ટે સાબિત કર્યું છે કે ભારતમાં પાકિસ્તાન પ્રત્યે ઘણી નકારાત્મક ભાવનાઓ છે. અમે અમારા ખેલાડીઓને એવા દેશમાં મોકલી શકીએ નહીં જ્યાં આટલી બધી નકારાત્મક લાગણીઓ હોય." તેમણે ઉમેર્યું કે, "અમે જાણીએ છીએ કે જૂનિયર ટીમ માટે આ એક મોટું નુકસાન છે, પરંતુ આ સમયે, ભારતમાં આટલી બધી નકારાત્મક લાગણીઓ હોવા છતાં, આ નિર્ણય યોગ્ય અને સમજદારીભર્યો છે."
આ વર્ષે બીજી વખત છે જ્યારે પાકિસ્તાની હોકી ટીમે કોઈ મોટી ટુર્નામેન્ટમાંથી પીછેહઠ કરી હોય. આ પહેલા ઓગસ્ટમાં યોજાયેલા મેન્સ એશિયા કપમાંથી પણ પાકિસ્તાન ખસી ગયું હતું, ત્યારબાદ બાંગ્લાદેશને તેની જગ્યાએ રમવા માટે આમંત્રણ અપાયું હતું. જૂનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારત, ચિલી અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે ગ્રુપ Bમાં સ્થાન મળ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે FIH પાકિસ્તાનની જગ્યાએ કઈ ટીમને તક આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...