ગોળીનો જવાબ ગોળાથી, 'Operation Sindoor' માં ભારતે વાપર્યા આધુનિક હથિયારો
પહેલગામના આતંકી હુમલાનો ભારતે લીધો જડબાતોડ બદલો, પાકિસ્તાનના 9 ઠેકાણાં ધ્વસ્ત, 100 થી વધુ આતંકીઓનો ખાતમો

'Operation Sindoor'માં શસ્ત્રોની તાકાત...

'Operation Sindoor'માં શસ્ત્રોની તાકાત...
ભારતે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો એવો આકરો બદલો લીધો છે કે પાકિસ્તાન વર્ષો સુધી તેને ભૂલી નહીં શકે. ભારતના બહાદુર લશ્કરે પાકિસ્તાનના 9 ઠેકાણાં પર ભીષણ હુમલો કરીને 100 થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અભિયાનને 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) નામ આપવામાં આવ્યું હતું. આ હુમલામાં ભારતે એવા ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો કે જેમાં પાકિસ્તાનના કચ્ચરઘાણ નીકળી ગયા હતા.
આ હુમલાઓમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ત્રણેય શાખાઓના ચોક્કસ નિશાન સાધનારા હથિયાર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લોઇટરિંગ હથિયારો પણ સામેલ હતા. પાકિસ્તાન અને POK માં આતંકી શિબિરો પર હુમલાના ઇનપુટ્સ ગુપ્તચર એજન્સીઓએ આપ્યા હતા અને આ હુમલા ભારતીય ધરતી પરથી જ કરવામાં આવ્યા હતા.
હુમલામાં આ મિસાઇલનો ઉપયોગ...
ભારતે પાકિસ્તાન પર સ્કૅલ્પ મિસાઇલથી હુમલો કર્યો હતો. આ મિસાઇલને રાફેલ વિમાનથી લોન્ચ કરવામાં આવી હતી. સ્કૅલ્પ મિસાઇલની ઝડપ મૅક પોઇન્ટ 8 છે અને તે 560-600 કિલોમીટર સુધી મારવામાં સક્ષમ છે. આ મિસાઇલ દુશ્મનના રડારને પણ ચકમો આપવામાં માહિર છે. સ્કૅલ્પ મિસાઇલ ‘કિલ વેબ’ રણનીતિનો એક ભાગ છે. ભારત પાસે આવી 300 થી વધુ સ્કૅલ્પ મિસાઇલો છે.
પહેલગામ હુમલાનો બદલો...
પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા બાદ ભારત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ પગલાં બર્બર પહેલગામ આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યા છે, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે આ પ્રતિબદ્ધતા પર કાયમ છીએ કે હુમલા માટે જવાબદાર લોકો સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીના તુરંત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક્સ પર પોસ્ટ કર્યું હતું, "ભારત માતા કી જય."
25 મિનિટમાં 21 જગ્યાએ હુમલા...
સેનાના જણાવ્યા અનુસાર, ભારતે રાત્રે 1 વાગ્યાને 5 મિનિટે આ હુમલાને અંજામ આપ્યો હતો અને 1 વાગ્યાને 30 મિનિટે આ હુમલો પૂરો થયો હતો. આ 25 મિનિટના સમયગાળામાં પાકિસ્તાનમાં 21 અલગ-અલગ જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓના ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતની આ સ્ટ્રાઇકમાં આતંકી મસૂદ અઝહરનું આખું પરિવાર પણ ખતમ થઈ ગયું છે અને તેના ખાનદાનના 10 લોકો માર્યા ગયા છે.
ધર્મ અને નામ પૂછીને ગોળી મારી હતી...
પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ પહેલગામમાં લોકોના નામ અને ધર્મ પૂછીને ગોળી મારી હતી. જે લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી હતી તેઓ પ્રવાસીઓ હતા અને હુમલામાં ખાસ કરીને પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સમગ્ર ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને પાકિસ્તાન સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી હતી. PM મોદીએ આ અંગેની કાર્યવાહી 23 એપ્રિલથી જ શરૂ કરી દીધી હતી. તેમણે સિંધુ જળ સંધિને રદ કરી દીધી હતી, એટલું જ નહીં પરંતુ રાજદ્વારી સંબંધોમાં પણ કાપ મૂક્યો હતો અને પાકિસ્તાન સાથેનો તમામ વેપાર પણ બંધ કરી દીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.