Jammu Kashmir : પહેલગામ હુમલાનો એક મહિનો, કાશ્મીરનું પ્રવાસન ઠપ્પ, લાખોની રોજગારી છીનવાઈ!
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને એક મહિનો વીતવા છતાં, તેની ભયાવહ અસર રાજ્યના પ્રવાસન....

શ્રીનગરની રોનક ગાયબ, હોટલો-શિકારા ખાલીખમ!

શ્રીનગરની રોનક ગાયબ, હોટલો-શિકારા ખાલીખમ!
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને એક મહિનો વીતી ગયો છે, પરંતુ તેની ભયાવહ અસર હજુ પણ રાજ્યના પ્રવાસન ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 22 એપ્રિલે આતંકવાદીઓએ 26 નિર્દોષ પર્યટકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ માનવતાવિરોધી કૃત્ય બાદ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના પ્રખ્યાત પર્યટન સ્થળો પર સન્નાટો છવાઈ ગયો છે. ડલ લેક પરની હાઉસબોટ અને શિકારા ખાલી પડ્યા છે, જ્યારે શ્રીનગરનું જાણીતું લાલ ચોક પણ સુમસામ ભાસી રહ્યું છે.
પ્રવાસન ઉદ્યોગ પર કાળો કેર...
તાજેતરના વર્ષોમાં પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ બની ચૂકેલા શ્રીનગરના લાલ ચોક જેવા વિસ્તારો પણ વેરાન છે. રસ્તાઓ પર પ્રવાસી વાહનોની અવરજવર પણ ખૂબ ઓછી જોવા મળે છે. ડલ લેક, જે શ્રીનગરની સાથે સાથે સમગ્ર જમ્મુ-કાશ્મીરનું સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે, ત્યાં ઉનાળાની ઋતુમાં દેશભરમાંથી લોકો ફરવા આવતા હોય છે. જોકે, હાલ અહીં હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો અને હાઉસબોટ સહિત બધું જ ખાલી છે. સામાન્ય રીતે ડલ લેકની સામેના રોડ પર કાર-ટેક્સીનો ભારે ટ્રાફિક જામ જોવા મળતો હતો, પરંતુ આજે આ રોડ સંપૂર્ણપણે ખાલી પડ્યો છે, જાણે કોઈ કરફ્યુ લાગુ પડ્યો હોય.

રોજગારી છીનવાઈ, ભવિષ્ય પર પ્રશ્નાર્થ...
શિકારા ચલાવનાર બિલાલ જણાવે છે કે, છેલ્લા 24 દિવસથી તેમનો શિકારા તળાવ કિનારે જસનો તસ ઊભો છે, જ્યારે ગત સીઝનમાં ત્રણ શિફ્ટમાં અલગ-અલગ લોકો શિકારા ચલાવી રહ્યા હતા. શ્રીનગરના ટૂર ઓપરેટર અને ટેક્સી કંપનીના સંચાલક શૌકત મીર કહે છે કે, પહેલગામની ઘટના ઈન્સાનિયત પર હુમલો હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર આવો હુમલો ક્યારેય થયો ન હતો. મીરના મતે, આ હુમલાએ સમગ્ર દેશ અને દુનિયામાં માનવતાને શરમસાર કરી દીધી છે. આ હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા, અને લાખો કાશ્મીરીઓની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે. તેઓ ઘણા મહિનાઓ પહેલાંથી સીઝન માટે તૈયારીઓ કરતા હોય છે, પરંતુ હવે આવક બંધ થવાથી ટેક્સીઓના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા છે. ઓફિસ અને દુકાનોનું ભાડું ભરવાની પણ આવક નથી થઈ રહી.
પ્રવાસીઓના અભાવે ઘણા લોકોએ પોતાની દુકાનો, રેસ્ટોરન્ટ, સ્ટોર અને હોટલ અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. ડલ લેકના બીજા કિનારે કાશ્મીરી કેસર અને ડ્રાયફ્રુટ્સનો મોટો સ્ટોર ચલાવતા અલીની પણ આ જ હાલત છે. અલીના કહેવા મુજબ, પહેલા આ સીઝનમાં દુકાનમાં એટલી ભીડ રહેતી હતી કે તેમને 15 વધારાના લોકોને કામ પર રાખવા પડતા હતા. પરંતુ હવે દુકાન બિલકુલ ખાલી પડી છે અને ઘણા દિવસોથી કંઈ વેચાયું નથી. શ્રીનગરના લાલ ચોકમાં પણ ખામોશી છવાઈ છે. અહીં દરરોજ સેંકડો પ્રવાસીઓ સેલ્ફી લેવા અને ફરવા આવતા હતા, જેના કારણે બજારોમાં રોનક રહેતી હતી. તેમણે લાલ ચોક પર આવો સન્નાટો આ પહેલા કોવિડ દરમિયાન જોયો હતો.
![]()
સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ, છતાં ભયનો માહોલ...
સુરક્ષાની દ્રષ્ટિએ, સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ જોવા મળે છે. પોલીસની સાથે સાથે સેનાના જવાનો પણ તૈનાત છે. એરપોર્ટ, બસ અડ્ડા, રેલવે સ્ટેશનો અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા તપાસ સઘન કરવામાં આવી રહી છે.
'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાનની પરાજય...
નોંધનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) આવેલા આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓના માર્યા જવાની માહિતી છે. ભારતીય સેનાએ ફક્ત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાની સેનાએ પલટવાર કરતા ભારતમાં સૈન્ય અને નાગરિક ક્ષેત્રો પર ડ્રોન હુમલા કર્યા. પાકિસ્તાને ભારતના વિવિધ વિસ્તારોમાં 300 થી 400 ડ્રોન મોકલ્યા હતા. જોકે, આ આમને-સામનેની લડાઈમાં પાકિસ્તાન ભારતીય સેનાથી ખરાબ રીતે પછડાઈ ગયું. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન તોડી પાડ્યા, જ્યારે સેનાએ પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો. આ પરાજય બાદ પાકિસ્તાને સરહદ પર ફાયરિંગ અને ગોળીબાર ન કરવાની વાત કહીને સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.