Padma Awards 2025 : આ હસ્તીઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, 8 રત્નોને પદ્મ પુરસ્કાર
રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી

આ હસ્તીઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ

આ હસ્તીઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ
25 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે. 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ તેમજ 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે
કુમુદિની લાખિયા

કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930 એ એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા (કોરિયોગ્રાફર) છે. તેઓ અમદાવાદ, ગુજરાતના વતની હતા, જ્યાં તેમણે ઈ.સ.૧૯૬૭માં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત આ એક સંસ્થા છે. તેઓ સમકાલીન કથક નૃત્યના અગ્રેસર કલાકાર છે. ૧૯૬૦ના દાયકાથી શરૂ કરી કથકના એકલ સ્વરૂપથી દૂર જઈ, તેમણે તેને સમૂહ નૃત્યના સ્વરૂપમાં ફેરવીને પ્રદર્શિત કર્યો. આ સાથે તેમણે પરંપરાગત વાર્તાઓને બદલે તેમાં સમકાલીન વાર્તાના પાત્રોમાં પણ ઉમેર્યા. કથક ક્ષેત્રે આવા નવતર પ્રયોગોનો શ્રેય તેમને આપવામાં આવે છે.
પંકજ રમણભાઈ પટેલ

પંકજ રમણભાઈ પટેલનો જન્મ 16 માર્ચ 1953 માં એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે, અને Zydus Lifesciences ના ચેરમેન છે , જે ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે. ઓક્ટોબર 2024માં, પટેલ ભારતના 100 સૌથી ધનિક ઉદ્યોગપતિઓની ફોર્બ્સની યાદીમાં 24મા ક્રમે હતા, તેમની કુલ સંપત્તિ $10.2 બિલિયન હતી
ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર હતા. ૧૯૮૬ માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું મૃત્યુ ૨ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ થયું હતું.
ચંદ્રકાંત સોમપુરા

ચંદ્રકાંત સોમપુરા દેશના જાણીતા મંદિર આર્કિટેક્ટ છે. તેમણે ભૂતકાળમાં અક્ષરધામ મંદિરનો નક્શો પણ બનાવ્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ રામ મંદિરનું મોડેલ અયોધ્યાના કાર્યસેવકપુરમમાં રાખવામાં આવ્યું હતું. તેમના મોડલ પ્રમાણે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના ચંદ્રકાંતભાઈ આવા જ એક પરિવારના છે. જેમની પાસે પરંપરાગત ભારતીય નાગારા શૈલીના મંદિરો ડિઝાઇન કરવામાં નિપુણતા છે. તેમના દાદા પ્રભાશંકર સોમપુરા ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના આર્કિટેક્ટ હતા. ચંદ્રકાંત સોમપુરાના પિતા પણ દેશના જાણીતા આર્કિટેક્ટ હતા. તેમણે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના સમારકામનું કામ કર્યું હતું. દેશના પ્રખ્યાત મંદિરોના નિર્માણમાં ચંદ્રકાંતભાઈના પરિવારની ત્રીજી અને ચોથી પેઢીનું યોગદાન છે.
લવજીભાઈ પરમાર

વઢવાણના રહેવાસી એવા લવજીભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી આ 700 વર્ષ જૂની કળાને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. લવજીભાઈ પરમારે 700 વર્ષ જૂની લૂપ્ત થતી કળાને જીવંત રાખી છે. તેઓએ 150થી વધુ મહિલાઓ અને પુરુષોને આ કળા શીખવાડીને રોજગારી પૂરી પાડી છે. ત્યારે ટાંગલિયા કળાની ભારત સરકારે નોંધ લઈને તેને જીવંત રાખી છે. જેમને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પર એવોર્ડ એનાયત કરવામાં આવશે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર માટે લવજીભાઈ પરમારની પસંદગી થતા તેઓએ અને તેમના પરિવાર અને કારીગરોએ સરકારને આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે આ અવોર્ડ માટે પસંદગી પામતા તેઓએ જણાવ્યું કે, ટાંગલિયા કળા લૂપ્ત થતી તે જીવંત રહેશે અને લોકોમાં તેની આગવી ઓળખ બનશે. હજુ પણ આવતા સમયમાં તે માટે યોગ્ય કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી છે. તેમની પસંદગી કરવામાં આવતા તેઓના પરિવારમાં ખુશીનો માહોલ છે.
રતન કુમાર

રતન કુમાર પરીમુ (કલા, ગુજરાત): રતન કુમાર પરીમુને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સુરેશ સોની

સુરેશ સોની છેલ્લા 36 વર્ષથી સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, સહયોગ ગામ હાલમાં સેંકડો લોકોનું ઘર બની ગયું છે જ્યાં ચૂંટણી કેન્દ્ર, સ્કૂલ, માર્કેટ જેવી સુવિધા છે. જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર સુરેશ સોનીએ પોતાનું આખું જીવન કુષ્ટરોગીઓની સેવા અને જરૂરિયાતમંદો માટે સમર્પિત કરી દીધું છે. તેમના પત્ની ઈન્દિરાબેન સોની અને દીકરી પારુલ સોની પણ આ સેવાકાર્યમાં જોડાયેલા છે. કુષ્ટરોગીઓ માટેનો સમાજનો દષ્ટિકોણ બદલવામાં સુરેશ સોનીનું મોટું યોગદાન રહ્યું છે. મૂળ વડોદરાના અને સાબરકાંઠાનું ગૌરવ તરીકે જાણીતા થયેલા સુરેશ સોનીની પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં જ સાબરકાંઠા અને વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ સુરેશ સોનીએ વધાર્યું છે. સુરેશ સોની 80 વર્ષની વય ધરાવે છે અને પાંચ દાયકાથી તેઓ કૃષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે. તેઓએ કૃષ્ઠ રોગીઓની સેવા માટે હિંમતનગરમા રાજેન્દ્રનગર પાસે સહયોગ વસાહત સ્થાપી હતી. ૩૭ એકરમાં ફેલાયેલા વિસ્તારને આજે લોકો મીની ઈન્ડિયા તરીકે ઓળખે છે.
તુષાર શુક્લા

તુષાર દુર્ગેશભાઈ શુક્લા (સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત): તુષાર દુર્ગેશભાઈ શુક્લાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મ એનાયત કરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!