ઓપરેશન કાલનેમી, દેવોની ભૂમિમાં 300થી વધુ નકલી બાબાઓનો પર્દાફાશ
બધા આરોપીઓ વિવિધ રાજ્યોના છે અને વેશ અને દેખાવ બદલીને છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા

બધા આરોપીઓ વિવિધ રાજ્યોના છે અને વેશ અને દેખાવ બદલીને છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા

બધા આરોપીઓ વિવિધ રાજ્યોના છે અને વેશ અને દેખાવ બદલીને છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા રાજ્યમાં શરૂ કરાયેલા ઓપરેશન કાલનેમી અભિયાન હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 300 નકલી બાબાઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓ વિવિધ રાજ્યોના છે અને વેશ અને દેખાવ બદલીને છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ ઢોંગી બાબાઓમાં તો એક બાંગ્લાદેશી પણ નિકળ્યો છે.
આ અભિયાનને સફળ બનાવવા અને લોકોની શ્રદ્ધા સાથે રમતા નકલી બાબાઓ સામે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને તેમના સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે, જેઓ પોતાને સાધુ-સંતોનો વેશ ધારણ કરીને લોકોને, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે, અને તેમને તેમની અંગત અને ઘરેલું સમસ્યાઓ હલ કરવાની લાલચ આપે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે.
ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં 'ઓપરેશન કાલનેમી' શરૂ કર્યું છે જેથી સાધુ સંતોનો વેશ ધારણ કરીને લોકોને છેતરનારા અને સનાતન સંસ્કૃતિને બદનામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી શકાય. ઓપરેશન કાલનેમી હેઠળ, નકલી સાધુઓની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે X પર એક પોસ્ટમાં માહિતી આપતા મુખ્યમંત્રી પુષ્કર ધામીએ જણાવ્યું હતું કે ઓપરેશન કલાનેમી હેઠળ 100 થી વધુ ઢોંગી હવે કાયદાના સકંજામાં છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર ધાર્મિક આવરણ હેઠળ છુપાયેલા કોઈપણ પ્રકારના ઢોંગ, છેતરપિંડી કે ગુનાને સહન કરવામાં આવશે નહીં.
પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ઓપરેશન કાલનેમી માત્ર એક સુરક્ષા અભિયાન નથી, પરંતુ દેવભૂમિની શ્રદ્ધા, સનાતન સંસ્કૃતિ અને દિવ્યતાના રક્ષણ માટે એક પ્રતિજ્ઞા છે. રાજ્ય સરકાર દેવભૂમિની પવિત્રતા અને સાંસ્કૃતિક ઓળખને અકબંધ રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે શ્રાવણ અને ચારધામ યાત્રા દરમિયાન આ અભિયાન વધુ સતર્કતા અને ગંભીરતા સાથે ચાલુ રહેશે.
હકીકતમાં, આ અભિયાન લવ જેહાદ, ભૂમિ જેહાદ અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ સામે છે. તે જ સમયે, એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, સીએમ ધામીએ કહ્યું કે જ્યારે રામાયણનો સંદર્ભ તમારી સામે આવ્યો ત્યારે તે સમયે પણ કાલનેમી હતી. જ્યારે ભગવાન રામના ભક્ત હનુમાન, જે યોગ્ય હેતુ માટે કાર્ય કરે છે, સંજીવની બૂટી મેળવવા જઈ રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ પોતાનો વેશ ધારણ કરીને અને ખોટુ રૂપ ધારણ કરીને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે, ભગવાન હનુમાનને ખબર પડી કે આ કાલનેમી છે અને તેમણે તેમને મારી નાખ્યા. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં પણ, ઘણા કાલનેમી ઘણી જગ્યાએ પોતાનો વેશ ધારણ કરીને અને પોતાની ઓળખ છુપાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. જે લોકો સાચા ધર્મની શોધમાં, પુણ્યની શોધમાં અને પોતાને પ્રાપ્ત કરવા માટે ભગવાનના શરણમાં જાય છે, તેઓ દેવભૂમિ કે અન્ય સ્થળોએ જાય છે. તેઓ કોઈને કોઈ રીતે તેમને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તેઓ તેમને ક્યાંક રોકવા અને સનાતનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.
આ અભિયાન આવા લોકોને ઓળખવા અને તે બધા લોકોને રોકવા અને ખુલ્લા પાડવાનું કામ કરી રહ્યું છે. બીજી તરફ, ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ અને આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતીએ ઓપરેશન કાલનેમી પર કહ્યું, “ઓપરેશન કાલનેમી શરૂ કરવા બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું. ઓપરેશન કાલનેમી કોઈ બાબા કે સંત વિરુદ્ધ નથી, પરંતુ જે લોકો સમાજને છેતરપિંડી અને લૂંટ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ છે, આ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિએ આ ઓપરેશનને સમર્થન આપવું જોઈએ.
આ અભિયાન હેઠળ, પોલીસ નકલી બાબાઓ પર સકંજો કડક કરી રહી છે. આઈજી કુમાઉ વિભાગના રિદ્ધિમા અગ્રવાલે જણાવ્યું હતું કે કુમાઉ વિભાગના 6 જિલ્લાઓમાં ચાલી રહેલા અભિયાન હેઠળ, 300 થી વધુ નકલી બાબાઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની સામે કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓને નકલી બાબાઓની ઓળખ કરવા અને જો તેઓ શંકાસ્પદ જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો----
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...