નોઈડા: 17મા માળેથી પટકાતા સિનિયર ઓફિસરનું મોત
નોઈડામાં પ્રખ્યાત સોસાયટીમાં રહેતા સિનિયર ઓફિસરના રહસ્યમય મોતથી કોહરામ, પોલીસ તપાસ ચાલુ

સિનિયર ઓફિસરનું પટકાતાં મોત

સિનિયર ઓફિસરનું પટકાતાં મોત
નોઈડાના સેક્ટર 104માં આવેલી પ્રખ્યાત એટીએસ વન હેમ્લેટ સોસાયટીમાં શનિવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. એક જાણીતી કંપનીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અજય ગર્ગનું 17મા માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટના સવારે 10:20 વાગ્યાની આસપાસ બની હતી, જેનાથી સમગ્ર સોસાયટી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ એક અકસ્માત હોઈ શકે છે. પોલીસના જણાવ્યા મુજબ, ફ્લેટની અંદર મોબાઈલ સિગ્નલ નબળા હોવાથી અજય ગર્ગ કદાચ કોઈની સાથે વાત કરવા અથવા વધુ સારા નેટવર્કની શોધમાં બાલકનીમાં ગયા હશે અને ત્યાંથી સંતુલન ગુમાવતા નીચે પટકાયા હોઈ શકે છે. જોકે, હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આત્મહત્યા કે અકસ્માત?
બનાવ સમયે અજય ગર્ગ ઘરે તેમની પત્ની સાથે હતા, જ્યારે તેમનો પુત્ર મુંબઈમાં નોકરી કરે છે. સ્થાનિકોમાં આ ઘટના આત્મહત્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પણ શક્યતાને નકારી નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે જેથી ખબર પડી શકે કે તેઓ કયા સંજોગોમાં નીચે પડ્યા.
તપાસનો ધમધમાટ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે અજય ગર્ગના મોબાઈલ કોલ રેકોર્ડ્સ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના વિશ્લેષણ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ