એર ઈન્ડિયા ક્રેશ તપાસમાં કોઈ ખામી નહીં
પ્રાથમિક તપાસમાં વિમાન, એન્જિન કે સંચાલનમાં કોઈ ખામી ન હોવાનું જણાયું

એર ઈન્ડિયા દુર્ઘટના તપાસ રિપોર્ટ

એર ઈન્ડિયા દુર્ઘટના તપાસ રિપોર્ટ
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની અંતરિમ તપાસ રિપોર્ટમાં વિમાન, એન્જિન અથવા એરલાઇનના સંચાલનમાં કોઈ તકનીકી ખામી મળી નથી. એર ઈન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ કોઈ મિકેનિકલ અથવા ઓપરેશનલ ખામી નથી.
અમદાવાદથી લંડન ગેટવિક જતી બોઇંગ 787-8 ફ્લાઇટ AI171 ટેકઓફ પછી તરત જ તૂટી પડી હતી. જેમાં કુલ 260 લોકોનાં મોત થયા હતા. જેમાં 241 મુસાફરોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ મુજબ, દુર્ઘટનાના શક્ય કારણોમાં હવામાનની પરિસ્થિતિ અને અન્ય બાહ્ય પરિબળોની તપાસ ચાલુ છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે તે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને પીડિત પરિવારો તથા રાહતકર્મીઓને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
આ દુર્ઘટના ભારતના વિમાનન ઇતિહાસની સૌથી ભયાનક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. જેના કારણે દેશવ્યાપી સલામતી સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...