NMC એ 9 મેડિકલ કોલેજોમાં એકપણ બેઠક ન ફાળવી!
કલોલની સ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનો શૂન્ય બેઠકોમાં સમાવેશ

નેશનલ મેડિકલ કમિશને MBBS માટે દેશની મેડિકલ કોલેજોમાં 1,15,900 હંગામી બેઠકો જાહેર કરી

નેશનલ મેડિકલ કમિશને MBBS માટે દેશની મેડિકલ કોલેજોમાં 1,15,900 હંગામી બેઠકો જાહેર કરી
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા આ વર્ષે NEET 2025 કાઉન્સેલિંગ માટે દેશની 9 મેડિકલ કોલેજોને MBBSના અભ્યાસ માટે એકપણ બેઠક ફાળવી નથી. એટલે કે શૂન્ય બેઠકો ફાળવવામાં આવી છે. આ 9 મેડિકલ કોલેજોમાં કલોલની સ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનો પણ સમાવેશ થાય છે.
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલાં તાજેતરના નોટિફિકેશનમાંથી આ માહિતી મળી છે. જેમાં કાઉન્સેલિંગ બોડીએ આ શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે દેશની મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ 1,15,900 MBBS બેઠકોની કામચલાઉ સંખ્યા જાહેર કરી છે.
વર્ષ 2025ના પ્રવેશ માટે 775 મેડિકલ કોલેજોના નામ અને તેમના MBBS પ્રવેશની યાદી આપતા સીટ મેટ્રિક્સ અનુસાર નવ મેડિકલ સંસ્થાઓમાં શૂન્ય બેઠકો દર્શાવવામાં આવી છે. આ વર્ષે ઝીરો MBBS પ્રવેશ ધરાવતી કોલેજોમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તરપ્રદેશની મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. ઇન્દોરની ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, દિલ્હીની હમદર્દ ઇન્સ્ટિટ્યૂટ અને બેલગામની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં પણ શૂન્ય બેઠકો જાહેર કરવામાં આવી છે.
શૂન્ય બેઠકો જાહેર કરેલી મેડિકલ કોલેજોના નામ
1. ગાયત્રી વિદ્યા પરિષદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ કેર એન્ડ મેડિકલ ટેકનોલોજી, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ
2. શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ, રાયપુર, છત્તીસગઢ
3. હમદર્દ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ, ગુરુ રવિદાસ માર્ગ, હમદર્દ નગર, નવી દિલ્હી
4. સ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ, કલોલ, ગાંધીનગર, ગુજરાત
5. જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ, બેલગામ, કર્ણાટક
6. ઇન્ડેક્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્દોર, મધ્યપ્રદેશ
7. ગીતાંજલિ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ઉદયપુર, રાજસ્થાન
8. ફાધર કોલંબો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, વારંગલ, તેલંગાણા
9. નેશનલ કેપિટલ રિજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, મેરઠ, ઉત્તર પ્રદેશ
સીબીઆઈ તપાસ ચાલુ હોવાથી બેઠકોની ફાળવણી નહીં
જે મેડિકલ કોલેજમાં શૂન્ય MBBS બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. તેમાં મેડિકલ કોલેજ નિરીક્ષણો અને મંજૂરીઓ સાથે સંકળાયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે CBI તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક સંસ્થાઓનું નામ ચાલુ તપાસમાં સીધા જ લેવામાં આવ્યું છે કે જેણે લાંચ, પ્રોક્સી ફેકલ્ટીનો ઉપયોગ અને ખોટા પાલન અહેવાલો જેવા મુદ્દાઓનો પર્દાફાશ કર્યો છે.
રાજ્ય બેઠકો
1. આંદામાન નિકોબાર ટાપુઓ 114
2. આંધ્ર પ્રદેશ 6585
3. અરુણાચલ પ્રદેશ 100
4. આસામ 1700
5. બિહાર 2995
6. ચંદીગઢ 150
7. છત્તીસગઢ 2105
8. દાદરા અને નગર હવેલી 177
9. દિલ્હી 1346
10. ગોવા 200
11. ગુજરાત 7000
12. હરિયાણા 2185
13. હિમાચલ પ્રદેશ 920
14. જમ્મુ અને કાશ્મીર 1385
15. ઝારખંડ 1055
16. કર્ણાટક 12045
17. કર્ણાટ્ટા 149
18. કેરળ 4705
19. મધ્યપ્રદેશ 4900
20. મહારાષ્ટ્ર 11844
21. મણિપુર 525
22. મેઘાલય 150
23. મિઝોરમ 100
24. નાગાલેન્ડ 100
25. ઓડિશા 2675
26. પોંડિચેરી 1873
27. પંજાબ 1699
28. રાજસ્થાન 6279
29. સિક્કિમ 150
30. તમિલનાડુ 12000
31. તેલંગાણા 8915
32. ત્રિપુરા 400
33. ઉત્તરપ્રદેશ 12325
34. ઉત્તરાખંડ 1350
35. પશ્ચિમ બંગાળ 5699
કુલ બેઠકો 115900
775 મેડિકલ કોલેજોમાં 1,15,900 MBBS બેઠકો માટે ભરતી
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ NEET 2025 કાઉન્સેલિંગ માટે મેડિકલ કોલેજો અને MBBS સીટ મેટ્રિક્સની કામચલાઉ યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે. જેમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 775 મેડિકલ કોલેજો આ વર્ષે અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેશે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા MCC સાથે શેર કરાયેલી સીટ મેટ્રિક્સ મુજબ, કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડમાં કુલ 1,15,900 MBBS સીટો ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...