મોબાઈલ ઈન્ટરનેટ ડેટા પર નવો ટેક્સ લાગવાની શક્યતા
પ્રતિ 1 GB ડેટા વપરાશ પર 1 રૂપિયો ટેક્સ લાદવા સરકારનો વિચાર, મોબાઈલ યૂઝર્સ પર વધશે આર્થિક

મોબાઈલ ડેટા ટેક્સ ભારત

મોબાઈલ ડેટા ટેક્સ ભારત
ભારતમાં ટેલિકોમ સેક્ટરની એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક બાદ આ પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ને એવી સૂચના આપવામાં આવી છે કે તેઓ મોબાઈલ ડેટાના ઉપયોગ પર ટેક્સ લાદવાની શક્યતાઓ અને તેના વિવિધ પાસાઓની ઝીણવટભરી તપાસ કરે. જો આ દરખાસ્ત મંજૂર થશે, તો ઈન્ટરનેટ સર્ફિંગ, વિડિયો સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મોંઘો સાબિત થશે.
પ્રતિ GB 1 રૂપિયો ટેક્સ લાદવાનું મોડલ :
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર પ્રતિ 1 GB ડેટા વપરાશ પર 1 રૂપિયો ટેક્સ લાદવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આ પદ્ધતિ મુજબ, ગ્રાહક જેટલો ડેટા વાપરશે તે મુજબ તેના પર વધારાનો ટેક્સ લાગશે. પ્રાથમિક અંદાજ મુજબ, જો આ 1 રૂપિયાની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે, તો સરકારની તિજોરીમાં દર વર્ષે અંદાજે 22,900 કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થઈ શકે છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
ભારતમાં વધતો ડેટા વપરાશ અને સસ્તું ઈન્ટરનેટ :
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મોબાઈલ ડેટાના દરો ખૂબ જ નીચા છે. સસ્તા ઈન્ટરનેટને કારણે દેશમાં વિડિયો સ્ટ્રીમિંગ, ઓનલાઇન ગેમિંગ અને શોર્ટ વિડિયો રીલ્સનો ક્રેઝ વધ્યો છે, પરિણામે ડેટાનો વપરાશ પણ અનેકગણો વધી ગયો છે. સરકાર કદાચ આ વધતા વપરાશને આવકનું સાધન બનાવવા માંગતી હોય તેમ જણાય છે.
GST ઉપરાંત વધારાનો બોજ ?
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતીય યૂઝર્સ મોબાઈલ રિચાર્જ અને પોસ્ટપેડ બિલ પર પહેલેથી જ 18 ટકા GST ચૂકવી રહ્યા છે. જો ડેટા વપરાશ પર અલગથી ટેક્સ લાગશે, તો તે ગ્રાહકો માટે 'ડબલ ટેક્સ' જેવી સ્થિતિ સર્જી શકે છે. ટેલિકોમ વિભાગ હાલમાં આ પ્રસ્તાવના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. આ રિપોર્ટ રજૂ થયા બાદ જ સરકાર કોઈ સત્તાવાર જાહેરાત કરશે.
સોશિયલ મીડિયા અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર આ મુદ્દે અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. સામાન્ય જનતા માટે આ સમાચાર આંચકા સમાન છે, કારણ કે ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ઈન્ટરનેટ હવે જીવનની પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ