ટ્રેન ટિકિટ કેન્સલેશનના નવા નિયમ જાહેર
બ્લેક માર્કેટિંગ રોકવા રેલવેનો મોટો નિર્ણય, જાણો શું બદલાયું અને ક્યારથી આ નિયમો થશે લાગુ.

ટ્રેન ટિકિટ કેન્સલેશનના નવા નિયમ

ટ્રેન ટિકિટ કેન્સલેશનના નવા નિયમ
ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સુવિધા અને પારદર્શિતા આપવા માટે ટિકિટ રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે અમલમાં આવશે અને તેનો સીધો પ્રભાવ લાખો મુસાફરો પર પડશે.
રેલવેના નવા નિયમો અનુસાર હવે ટિકિટ કેન્સલેશન પર અગાઉની જેમ સંપૂર્ણ રિફંડ મળવાનું બંધ થશે. સમયના આધારે રિફંડમાં ઘટાડો કરવામાં આવશે.
જો કોઈ મુસાફર ટ્રેનના નિર્ધારિત સમયથી 72 કલાક પહેલાં ટિકિટ રદ કરે છે તો તેને મહત્તમ 75 ટકા સુધી રિફંડ મળશે. જ્યારે 24 કલાકથી 8 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરવાથી માત્ર 50 ટકા રકમ જ પરત મળશે.
સૌથી મહત્વપૂર્ણ બદલાવ એ છે કે હવે ટ્રેનના પ્રસ્થાન સમયથી 8 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરવાથી કોઈપણ પ્રકારનો રિફંડ મળશે નહીં. આ નિયમ બ્લેક માર્કેટિંગને અટકાવવા માટે લાવવામાં આવ્યો છે, જેથી સામાન્ય મુસાફરોને સરળતાથી ટિકિટ મળી રહે.
નવા નિયમો મુજબ મુસાફરોને હવે વધુ સુવિધા પણ મળશે. તેઓ કોઈપણ રેલવે સ્ટેશન પરથી ઑફલાઇન ટિકિટ કેન્સલ કરી શકશે, એટલે કે જ્યાંથી ટિકિટ બુક કરાવી હતી ત્યાં જ જવું ફરજિયાત નહીં રહે. ઉપરાંત, મુસાફરોને હવે બોર્ડિંગ સ્ટેશન બદલવાની સુવિધા પણ આપવામાં આવી છે, જે તેઓ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અપડેટ કરી શકશે.
આ ઉપરાંત, ટ્રેનના નિર્ધારિત સમયથી 30 મિનિટ પહેલાં સુધી મુસાફરોને પોતાની કોચ અને ક્લાસ બદલવાની સુવિધા મળશે. એટલે કે મુસાફરો હવે 3rd ACમાંથી 1st ACમાં પણ અપગ્રેડ કરી શકશે, જે મુસાફરીને વધુ લવચીક અને આરામદાયક બનાવશે.
રેલવેના આ નવા નિયમો મુસાફરોને વધુ સુવિધા આપતા હોવા છતાં રિફંડમાં ઘટાડો થવાને કારણે લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ