ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવું સાયબર સ્કેમ
LPG અછતની અફવા વચ્ચે ઓનલાઇન પેમેન્ટની લાલચ આપી લોકોના બેન્ક ખાતા ખાલી કરી રહ્યા છે

LPG ગેસ સિલિન્ડર સ્કેમ

LPG ગેસ સિલિન્ડર સ્કેમ
દુનિયાના વિવિધ ખૂણે ચાલી રહેલા સંઘર્ષોની અસર હવે ભારતના સામાન્ય રસોડા સુધી અનુભવાઈ રહી છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં વિક્ષેપ પડવાની અફવાઓનો લાભ ઉઠાવીને સાયબર ગુનેગારોએ નિર્દોષ લોકોને લૂંટવાનું નવું હથિયાર શોધી કાઢ્યું છે. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ દ્વારા ફેલાવવામાં આવતા આ સ્કેમમાં LPG યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
કેવી રીતે ફેલાવવામાં આવે છે આ જાળ ?
સાયબર ઠગ લોકોની મજબૂરી અને ડરનો ફાયદો ઉઠાવે છે. તેઓ એવો દાવો કરે છે કે ગેસની ભારે અછત છે અને જો ગ્રાહક ત્વરિત ઓનલાઇન પેમેન્ટ કરશે તો જ તેમને બીજા દિવસે સિલિન્ડર પહોંચાડવામાં આવશે. આકર્ષક જાહેરાતો અને નકલી લિંક્સ દ્વારા લોકોને એવી વેબસાઇટ્સ પર મોકલવામાં આવે છે જે આબેહૂબ ઇન્ડિયન, ભારત ગેસ કે HP ગેસ જેવી જ દેખાતી હોય છે.
ઠગાઈની પદ્ધતિ: ત્રણ મુખ્ય તબક્કા
આ કૌભાંડ મુખ્યત્વે ત્રણ રીતે કામ કરે છે. પ્રથમ, ગૂગલ કે ફેસબુક પર 'તાત્કાલિક ગેસ ડિલિવરી'ની જાહેરાત બતાવવામાં આવે છે. બીજા તબક્કે, જ્યારે યુઝર લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેમની પાસે બેન્ક ખાતાની વિગતો, UPI પિન અથવા ક્રેડિટ કાર્ડની વિગતો માંગવામાં આવે છે. અંતે, જેવી યુઝર પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરે છે, તેના ખાતામાંથી ગેસના પૈસાની સાથે અન્ય મોટી રકમ પણ ઉપાડી લેવામાં આવે છે. ઘણીવાર 'લિમિટેડ સ્ટોક' હોવાનું કહીને ગ્રાહકોને દબાણમાં લાવી ઉતાવળે પેમેન્ટ કરાવાય છે.
સાયબર એક્સપર્ટ્સની સલાહ: કેવી રીતે બચશો ?
નિષ્ણાતોના મતે, ગેસ કંપનીઓ ક્યારેય પણ અજાણ્યા વોટ્સએપ મેસેજ કે SMS દ્વારા પેમેન્ટની ફરજ પાડતી નથી. બચાવ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:
હંમેશા અધિકૃત એપ્લિકેશન (જેમ કે Indane, BharatGas ની ઓફિશિયલ એપ) નો જ ઉપયોગ કરો
કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને ઓનલાઇન પેમેન્ટ કરવાનું ટાળો
OTP કે UPI પિન ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરો
ડિલિવરી સમયે જ રોકડ અથવા અધિકૃત માધ્યમથી પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો
જો કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો ભોગ બને, તો તેણે તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો જોઈએ અથવા સત્તાવાર પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ