24 જાન્યુઆરી- ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’
દત્તક લેવામાં 60%થી વધુ માતા-પિતાની પહેલી પસંદ દીકરી

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના પરિણામે દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના પરિણામે દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો
ગુજરાતમાંથી દત્તક લેવાતાં બાળકોમાં દીકરા કરતાં દીકરીની વધુ પસંદગી થઇ રહી છે. એક સમય હતો કે જ્યારે દીકરીને સાપનો ભારો માનવામાં આવતી પણ સમયની સાથે માન્યતા બદલાઇ અને હવે દીકરી વહાલનો દરિયો કહેવાતી થઇ છે.
હવે સમાજની વિચારધારા બદલાઇ છે ત્યાં સુધી કે દત્તક બાળક લેવા આવનારા વાલીઓ પણ દીકરીઓને દત્તક લેવા લાગ્યા છે.
ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં 10માંથી 6 દીકરીઓ હોય છે. આજે (24મી જાન્યુઆરી) ‘નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ છે ત્યારે પરિવર્તનનો આ પવન રાહત અપાવનારો છે.
ગુજરાતમાં 2023-24માં કુલ 110 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. આ 110માં 52 બાળકો અને 58 બાળકીનોઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 15 બાળકોને વિદેશમાં રહેતા માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 દીકરાઓ અને 8 દીકરીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24માં સમગ્ર દેશમાં 1727 બાળક અને 2302 બાળકીઓ એમ કુલ 4029 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. મોટાભાગના રાજ્યોમાં દત્તક સંતાન તરીકે દીકરી ઉપર જ માતા-પિતા દ્વારા પસંદગી કરાઇ હતી. મહારાષ્ટ્રમાંથી એક વર્ષમાં દત્તક અપાયેલા 597 બાળકોમાંથી 335 દીકરીઓ હતી.
2014-15થી 2023-24 દરમિયાન ગુજરાતમાંથી અંદાજે 998 બાળકોને માતા-પિતાનો સાથ મળ્યો હતો. આ પૈકી 394 દીકરા અને 509 દીકરીઓનો સમાવેશ થાય છે. દત્તક સંતાન લેવા માટે આવતા 80 ટકા દંપતિઓ સંતાન તરીકે દીકરીઓને જ પસંદ કરે છે. એટલું જ નહીં અગાઉ પોતાનું ખૂદનું સંતાન દીકરી હોય તો પણ બીજા સંતાન તરીકે દીકરી જ દત્તક લેવાનું પસંદ કરતાં હોય તેવા માતા-પિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દંપતિઓનું માનવું હોય છે કે દીકરા કરતાં દીકરી તેમને આજીવન સાથ આપશે. શહેરી જ નહીં હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દંપતિઓ પણ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!