કોટામાં બકરાના વિવાદમાં હત્યા: 12 ને આજીવન કેદ
8 વર્ષ બાદ મળ્યો ન્યાય: એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા ફટકારતી રાજસ્થાનની કોર્ટ

કોટા હત્યા કેસ જન્મટીપ સજા

કોટા હત્યા કેસ જન્મટીપ સજા
રાજસ્થાનના કોટા જિલ્લામાં આઠ વર્ષ પહેલાં થયેલી એક લોહિયાળ હત્યાના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર બકરાના વિવાદ જેવી નજીવી બાબતે થયેલી આ હત્યાના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવતા એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા સંભળાવી છે. આ ચુકાદો સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કારણ કે કોટાના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે આટલા લોકોને આજીવન કેદ થઈ છે.
શું હતી સમગ્ર ઘટના ?
આ મામલો વર્ષ 2018નો છે. કોટાના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન હેઠળના બોમ્બે યોજના વિસ્તારમાં 31 ઓગસ્ટના રોજ હિંસક અથડામણ થઈ હતી. મૃતક ઈશ્તિયાક હુસૈન, જે નિવૃત્ત એએસઆઈનો પુત્ર હતો, તેના મામા અબ્દુલ અઝીઝનો પાડોશી રમઝાની સાથે બકરાને લઈને સામાન્ય ઝઘડો થયો હતો.
જ્યારે આ વિવાદના સમાધાન માટે કેટલાક લોકો રમઝાનીના ઘરે ગયા, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. રમઝાની અને તેના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લાકડીઓ, છરીઓ અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઈશ્તિયાક હુસૈનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
કોર્ટનો કડક આદેશ :
લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખીને 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે પ્રત્યેક ગુનેગારને જન્મટીપની સજાની સાથે 13,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે સામૂહિક હુમલો કરીને જીવ લેવો એ ગંભીર અપરાધ છે.
સજા પામેલા 12 ગુનેગારોની યાદી :
આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સજા પામેલા તમામ લોકો એક જ પરિવાર સાથે સંકળાયેલા છે. જેમાં નીચે મુજબના લોકોનો સમાવેશ થાય છે:
મુખ્ય આરોપી રમઝાની
રમઝાનીની પત્ની ફરઝાના
રમઝાનીના બે પુત્રો: મુશ્તાક અને મુખ્તાર
અન્ય આરોપીઓ: સદ્દામ ખાન, શાહરુખ, મુબારક અલી, ઝહીર ખાન, નઈમુદ્દીન, શહાદત અને શાહીન ખાનમ.
કોટાના ઇતિહાસમાં પ્રથમવાર :
કાનૂની નિષ્ણાતોના મતે કોટા જિલ્લામાં આ પહેલી ઘટના છે જ્યાં એક જ કેસમાં 12 લોકોને આજીવન કેદની સજા મળી હોય. અગાઉ આ જ વર્ષે એક પોલીસકર્મીની હત્યાના કેસમાં 10 લોકોને સજા થઈ હતી, પરંતુ આ કેસમાં આંકડો વધુ મોટો છે. આ ચુકાદાથી સમાજમાં કડક સંદેશ ગયો છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ બચી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?