મુંબઈ: સ્ટુડિયોમાં બંધક બનાવનાર યુટ્યુબર ઠાર
પવઈના 'રા સ્ટુડિયો'માં 17 બાળકો સહિત 20 બંધકોને સુરક્ષિત બચાવાયા

પોલીસે તમામ બંધકોને છોડાવ્યા

પોલીસે તમામ બંધકોને છોડાવ્યા
ગુરુવારે મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા રા સ્ટુડિયોમાં એક મોટી બંધક બનાવવાની ઘટના સામે આવી હતી, જેના કારણે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. યુટ્યુબર તરીકે ઓળખાતા રોહિત આર્ય નામના એક વ્યક્તિએ અંદાજે બપોરે 1:45 વાગ્યે 17 બાળકો, એક સિનિયર સિટિઝન અને એક પુરુષ સહિત કુલ 20 લોકોને બંધક બનાવ્યા હતા.
ઝડપી કાર્યવાહી કરતાં, મુંબઈ પોલીસ અને સ્પેશિયલ કમાન્ડોની ટીમે તુરંત ઓપરેશન હાથ ધર્યું. એક કલાકની અંદર, કમાન્ડોએ આરોપી રોહિત આર્યને ગોળી મારીને ઠાર કર્યો અને તમામ 20 બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા.
આ ઘટના રા સ્ટુડિયોના પહેલા માળે આવેલા એક્ટિંગ ક્લાસમાં બની હતી, જ્યાં બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીએ 100થી વધુ બાળકોને ઓડિશન માટે બોલાવ્યા હતા, જેમાંથી 17 બાળકો ફસાયા હતા. ઘટના દરમિયાન, ગભરાયેલા બાળકો સ્ટુડિયોની બારીઓમાંથી બહાર ડોકિયું કરતા જોવા મળ્યા હતા, અને તેમના વાલીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.
ઘટનાસ્થળેથી પોલીસને એક એર ગન અને કેટલાક કેમિકલ મળી આવ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપી રોહિત આર્ય માનસિક રીતે અસ્થિર લાગી રહ્યો હતો.
આરોપી રોહિત આર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેણે આ કૃત્ય પાછળનો વિચિત્ર હેતુ જણાવ્યો હતો. તેણે કહ્યું હતું:
"હું આત્મહત્યા કરવાને બદલે આ યોજના બનાવી છે અને બાળકોને બંધક બનાવ્યા છે. મારી પાસે ખૂબ જ સરળ, નૈતિક માંગણીઓ અને કેટલાક પ્રશ્નો છે. હું આતંકવાદી નથી, કે પૈસા માંગતો નથી. મને ઉશ્કેરશો નહીં, નહીં તો હું બાળકોને નુકસાન પહોંચાડે તેવા પગલાં લઈશ."
જોકે, તેની નૈતિક માંગણીઓ શું હતી, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે રોહિત આર્યના માનસિક સ્વાસ્થ્ય અને આતંક પાછળના સાચા હેતુ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...