મરાઠા આંદોલન: આઝાદ મેદાન ખાલી કરવા આદેશ
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેને મુંબઈનું આઝાદ મેદાન ખાલી કરવા આદેશ
મુંબઈ પોલીસે મનોજ જરંગેને નોટિસ ફટકારી
મુંબઈ પોલીસે મનોજ જરંગેને નોટિસ ફટકારી
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને (OBC) શ્રેણી હેઠળ 10% અનામતની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનને કારણે મુંબઈ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આંદોલનના મુખ્ય નેતા મનોજ જરંગે પાટીલ 29 ઓગસ્ટથી મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર છે, અને સોમવારથી તેમણે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે.
આ આંદોલનને કારણે દક્ષિણ મુંબઈમાં ભારે ટ્રાફિક જામ થયો છે, શાળાઓ અને કોલેજો બંધ છે અને સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડી છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું અને મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને આંદોલનકારીઓને 2 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં આઝાદ મેદાન સિવાય શહેરના તમામ રસ્તાઓ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મનોજ જરાંગેની મોટી જાહેરાત
આ બાદ મનોજ જરાંગેએ મોટી જાહેરાત કરી છે. હાઈકોર્ટના આદેશ અને પોલીસની કાર્યવાહી બાદ જરાંગેએ આઝાદ મેદાનમાં માત્ર 500 લોકોને રહેવાની અને બાકીના વાહનોને મુંબઈ બહાર જવાની જાહેરાત કરી છે. મુંબઈ પોલીસ દ્વારા બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ બાદ આઝાદ મેદાન ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. આ પહેલા જરાંગેના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું અહેવાલ સામે આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આઝાદ મેદાન ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આંદોલનકારીઓને શાંતિપૂર્ણ રીતે આંદોલન સમાપ્ત કરવા અને મેદાન ખાલી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય નિર્દેશો
રસ્તાઓ ખાલી કરવાનો આદેશ: કોર્ટે કહ્યું હતું કે, આંદોલન શાંતિપૂર્ણ રહ્યું નથી, કારણ કે વિરોધીઓ નિયુક્ત સ્થળેથી બહાર નીકળી રહ્યા છે અને રસ્તાઓ પર કબજો કરી રહ્યા છે. આનાથી મુંબઈની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, અને ન્યાયાધીશો, વકીલો અને સામાન્ય નાગરિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પરવાનગી વગર અનિશ્ચિત સમય માટે ધરણા કે પ્રદર્શન કરી શકાતા નથી.
તબીબી અને ભોજન વ્યવસ્થા: જરાંગેના બગડતા સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે સરકારને આંદોલનકારીઓને તાત્કાલિક તબીબી સહાય અને ભોજન પૂરું પાડવાનો નિર્દેશ આપ્યો હતો. માનવતાના ધોરણે, કોઈના જીવને જોખમ ન હોવું જોઈએ.
આંદોલનની મર્યાદા: કોર્ટે કહ્યું કે, આંદોલનમાં 5,000થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ તેનાથી વધુ લોકો હાજર છે. સરકારે બહારથી આવતા પ્રદર્શનકારીઓને રોકવા પડશે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
રાજકીય દખલગીરીનો આરોપ: સુનાવણી દરમિયાન, વકીલ ગુણરત્ન સદાવર્તેએ આરોપ લગાવ્યો કે, શિવસેના અને NCPના નેતાઓ આંદોલનકારીઓને ખોરાક અને પીણું મોકલી રહ્યા છે, જે રાજકીય રંગ આપી રહ્યું છે. કોર્ટે મરાઠા પક્ષના વકીલ આનંદ કાઠેને વચ્ચે બોલવા બદલ ઠપકો આપ્યો.
કોર્ટે સ્વીકાર્યું કે, 2024ના સરકારી આદેશ હેઠળ પહેલાંથી જ કેટલીક અનામત આપવામાં આવી છે, તો પછી આ આંદોલન શા માટે? સરકારે કહ્યું કે, પોલીસ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ધમકીઓનું વાતાવરણ છે. કોર્ટે સરકારને પૂછ્યું કે, જો પ્રદર્શનકારીઓ શરતોનું પાલન કરી રહ્યા નથી, તો અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
મુંબઈ પોલીસની નોટિસ
આઝાદ મેદાન તાત્કાલિક ખાલી કરો.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આઝાદ મેદાન તાત્કાલિક ખાલી કરો, કારણ કે પ્રદર્શન માટે પરવાનગી ફક્ત એક દિવસ માટે હતી અને શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
રસ્તાઓ અને જાહેર સ્થળો ખાલી કરવાનો આદેશ, નહીં તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે 1,500 થી વધુ કર્મચારીઓ તૈનાત કર્યા છે, અને ટ્રાફિક ડાયવર્ઝન ગોઠવવામાં આવ્યા છે.
પ્રદર્શનકારીઓએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઓફિસમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા કર્મીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસે નાગરિકોને વૈકલ્પિક રસ્તો અપનાવવાની અપીલ કરી છે. એક દિવ્યાંગ મહિલા 5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ હોવાની ઘટના પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી.
મનોજ જરંગેનું વલણ: 'ગોળીઓ ચલાવવા માટે તૈયાર'
જરંગેએ કહ્યું કે, જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માંગણીઓ સ્વીકારશે નહિ, તો 5 કરોડ મરાઠા મુંબઈ આવશે. તેમણે ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી OBC ક્વોટામાં 10% અનામતનો સરકારી આદેશ જારી ન થાય ત્યાં સુધી તેઓ આઝાદ મેદાન છોડશે નહિ.
આંદોલનની અસર: નાસિક, ઈગતપુરી જેવા વિસ્તારોમાંથી મુંબઈમાં ખોરાક, પાણી અને રાશન મોકલવામાં આવી રહ્યું છે. મહિલાઓએ હાથે ભાખરી બનાવીને સમર્થન આપ્યું છે.
રાજકીય દબાણ: મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે ફક્ત નિયુક્ત સ્થળે જ વિરોધ કરવાની અપીલ કરી. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ: મરાઠા અનામતનો ઈતિહાસ
મરાઠા સમુદાય મહારાષ્ટ્રની વસ્તીના લગભગ 30% છે, પરંતુ શિક્ષણ અને નોકરીઓમાં અનામતના અભાવથી નારાજ છે. 2024માં, સરકારે કેટલીક કામચલાઉ જોગવાઈઓ કરી હતી, પરંતુ જરંગે તેને અપૂરતી માને છે. આ આંદોલન 2018થી ચાલી રહ્યું છે, અને આ સાતમી વખત છે જ્યારે જરાંગે ભૂખ હડતાળ પર છે. OBC સમુદાયને આના કારણે નુકસાનનો ડર છે, જેનાથી સામાજિક તણાવ વધી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?