મુંબઈઃ એલિફન્ટા જઈ રહેલી ફેરી બોટ પલટી, ૧૩ના મોત
૧૧૧ પ્રવાસીઓમાંથી ૧૦૨ને બચાવાયા, મૃતકોમાં એક નેવીના અધિકારીનો સમાવેશ

બોટ પલટી, ૧૩ના મોત ૧૦૨ને બચાવાયા

બોટ પલટી, ૧૩ના મોત ૧૦૨ને બચાવાયા
મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયા થી એલિફન્ટા કેવ્સ જઇ રહેલી પેસેન્જર બોટને નેવીની સ્પીડ બોટની ટક્કર વાગતા, પેસેન્જર બોટ પલ્ટી ખાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં ૧૩ વ્યક્તિઓના મોત થયાં છે, જેમાં નૌસેનાના એક અધિકારી અને તકનિકી સેવા આપવા આવેલા ખાનગી કંપનીના બે અધિકારીઓનો સમવેશ થાય છે.
નૌ સેનાના નિવેદન પ્રમાણે નેવીની સ્પિડ બોટની એન્જીન ટ્રાયલ ચાલી રહી હતી, તે સમયે સ્પિડ બોટ પેસેન્જર ફેરી કરતી નિલકમલ નામની બોટને કારન્જા પાસે સાંજના ચાર કલાકે ટક્કર મારતાં દુર્ઘટના ઘટી હતી. નિલકમલ પેસેન્જર બોટ પર તે સમયે ૧૧૧ પેસેન્જર સવાર હતાં. તેમાંથી ૧૦૨ વ્યક્તિઓને બચાવી લેવાયા છે. જ્યારે નૌ સેનાની સ્પિડ પર પાંચ વ્યક્તિઓ સવારહતી, તેમાંથી બે વ્યક્તિઓની બચાવી લેવામાં આવી છે.
ભારતીય નૌસેના અનુસાર, ૧૦૨ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નૌકાદળ દ્વારા કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. 11 નેવી બોટ, 3 મરીન પોલીસ બોટ અને 1 કોસ્ટ ગાર્ડ બોટ આ વિસ્તારમાં છે. આ સિવાય ચાર હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે.
અકસ્માતનું કારણ પણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રશાસન અને બચાવ ટીમ આ મામલે ઝડપથી કામ કરી રહી છે. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાઇવર્સને પણ દરિયામાં ઉતારવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બોટ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહી છે. લાઈફ જેકેટ પહેરીને લોકોને અન્ય બોટમાં ખસેડવામાં આવી રહ્યા છે.
—IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ