મોનસૂન સત્ર વિજયોત્સવ સમાન: PM મોદી
મોનસૂન સત્ર ભારતના વૈજ્ઞાનિક, સૈન્ય અને આર્થિક વિજયોને ઉજવણીરૂપ છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સંસદનું મોનસૂન સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે અને આ પહેલા PM નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, આ સત્ર રાષ્ટ્રગૌરવ અને વિજયોત્સવનું પ્રતિક છે. PM મોદીએ કહ્યું કે, મોનસૂન નવીનતા અને સર્જનાત્મકતા લાવે છે, અને આ વખતે વરસાદ ખેડૂતો અને અર્થતંત્રને લાભદાયી સિદ્ધ થયો છે.
PM મોદીએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં જળસંગ્રહની માત્રા ત્રણ ગણી વધી છે, જે ભારતના કૃષિ અને અર્થતંત્ર માટે આશાવાદી સંકેત આપે છે.
તેમણે ભારતીય વૈજ્ઞાનિકની સિદ્ધિની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ દ્વારા પ્રથમ વખત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર તિરંગો લહેરાવવાનું ગૌરવ ભારતે હાંસલ કર્યું છે. આ દેશ માટે ગૌરવનું ક્ષણ છે અને વૈજ્ઞાનિક વિકાસના ક્ષેત્રમાં નવી ઉર્જા પ્રેરિત કરશે.
PM મોદીએ લોકસભા અને રાજ્યસભાને આ સંધિમાં એકસાથે ભારતની સિદ્ધિને ઉજવવા અને વધુ ઊંચાઈએ લઈ જવા આહ્વાન કર્યું.
તેમણે ભારતની સેનાની શૌર્યગાથા પણ ગાઈ. ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને PM મોદીએ કહ્યું કે, ભારતીય સેનાએ માત્ર 22 મિનિટમાં આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા હતા. ખાસ વાત એ છે કે, આ સંપૂર્ણ રીતે સ્થાનિક રીતે બનાવેલા સાધનો દ્વારા કરાયું હતું, જે ભારતની રક્ષણશક્તિ અને આત્મનિર્ભરતા દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે, આ સત્ર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વિજ્ઞાન, ટેક્નોલોજી ક્ષેત્રની સિદ્ધિઓને ઉજવવાનો અવસર છે.
આગળ PMએઅ નક્સલવાદ અને આતંકવાદ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે, આજે ભારતના અનેક જિલ્લાઓ નક્સલવાદના ભયમાંથી મુક્ત થયા છે અને આ સમસ્યા જડમૂળથી દૂર થઈ રહી છે. ‘રેડ કોરિડોર’ હવે ગ્રીન ગ્રોથ ઝોનમાં બદલાઈ રહ્યા છે.
આર્થિક વિકાસ પર વાત કરતાં મોદીએ કહ્યું કે, 2014 પહેલા ભારત દુનિયાની 10મી મોટી અર્થવ્યવસ્થા હતી અને આજે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે.
તેમણે કહ્યું કે, આ વિકાસ દેશની નીતિઓ અને નાગરિકોની મહેનતનો પરિણામ છે. આ અંતે PM મોદીએ જણાવ્યું કે, આ સત્ર માત્ર કાયદો બનાવવા માટે નહિ, પણ ભારતના વૈશ્વિક ગૌરવ અને વિકાસને ઉજવવાનો ઉત્સવ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...