ખામેનેઈના મોતના અહેવાલથી કાશ્મીરમાં ભારે વિરોધ
ઓપરેશન એપિક ફ્યુરી વિરુદ્ધ કાશ્મીર ઘાટીમાં આક્રોશ, પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા

કાશ્મીરમાં ખામેનેઈ સમર્થક વિરોધ

કાશ્મીરમાં ખામેનેઈ સમર્થક વિરોધ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસરો હવે ભારત સુધી પહોંચી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અમેરિકા તેમજ ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
કાશ્મીરના ખીણપ્રદેશમાં આક્રોશનું વાતાવરણ :
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં માર્યા ગયા હોવાની માહિતી સામે આવ્યા બાદ કાશ્મીર ઘાટીના શિયા બહુલ વિસ્તારોમાં શોક અને રોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓ ખામેનેઈની તસવીરો અને કાળા ઝંડા સાથે વિશાળ રેલીઓ કાઢી રહ્યા છે. દેખાવકારો દ્વારા પશ્ચિમી દેશોની નીતિઓનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
ધાર્મિક જોડાણ અને શ્રદ્ધા :
કાશ્મીરમાં આટલા મોટા પાયે વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ આયતુલ્લા અલી ખામેનેઈ પ્રત્યેની ધાર્મિક આસ્થા છે. તેમને માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ એક ઇસ્લામી ક્રાંતિકારી અને પેલેસ્ટાઈન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મજબૂત અવાજ તરીકે જોવામાં આવે છે. સ્થાનિક શિયા સમુદાય અને ઈરાન સમર્થક જૂથોમાં તેમનું માન ઘણું વધારે હોવાથી, તેમના પરના હુમલાને લોકો પોતાની ધાર્મિક લાગણીઓ પરના પ્રહાર તરીકે જોઈ રહ્યા છે.
શું છે 'ઓપરેશન એપિક ફ્યુરી' ?
શનિવારના રોજ ઇઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કર્યો હતો. આ ગુપ્ત મિશનને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપવામાં આવ્યું છે. અહેવાલો મુજબ, આ ઓપરેશનમાં માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યો અને ઈરાની સેનાના લગભગ 40 જેટલા ઉચ્ચ કમાન્ડરો અને ટોચના નેતાઓનો સફાયો કરવામાં આવ્યો છે. આ આક્રમક કાર્યવાહીએ સમગ્ર એશિયા અને મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બનાવી દીધી છે.
સુરક્ષા વ્યવસ્થા સઘન :
કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનને જોતા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. ઈન્ટરનેટ સેવાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ