ઝારખંડમાં ટ્રેન અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર
લોકો પાયલોટની સમયસૂચકતાથી ટળી મોટી જાનહાનિ; રેલવે ફાટક પર ટ્રક ફસાતા સર્જાયો અકસ્માત

ખુલ્લા ફાટકના કારણે સર્જાયો અકસ્માત

ખુલ્લા ફાટકના કારણે સર્જાયો અકસ્માત
ઝારખંડમાં હાવડા-પટના રેલવે લાઈન પર આજે એક ભયાનક અકસ્માત સર્જાતા રહી ગયો છે. લોકોની બેદરકારી અને ઉતાવળને કારણે નિર્દોષ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ટ્રેનના લોકો પાયલોટની સમયસૂચકતાને કારણે સેંકડો લોકોના જીવ બચી ગયા છે, પરંતુ આ ઘટનાએ રેલવે ફાટક પર સુરક્ષા અને નાગરિકોની જવાબદારી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
આ ઘટના ઝારખંડના જસીડીહ અને મધુપુર રેલ ખંડ પર બની હતી. સવારે અંદાજે ૯:૩૮ વાગ્યાની આસપાસ ગોંડા-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર પૂરઝડપે આગળ વધી રહી હતી. આ દરમિયાન કુમડાબાદ રોહિણી અને શંકરપુર સ્ટેશનની વચ્ચે આવેલા એક રેલવે ફાટક પર ટ્રાફિક અને લોકોની બેદરકારીને કારણે એક મોટી ટ્રક ફાટકની વચ્ચે જ અટવાઈ ગઈ હતી.
ટ્રેન નજીક આવી રહી હતી અને તેનો હોર્ન સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો, તેમ છતાં કેટલાક બેજવાબદાર વાહનચાલકો પાટા ક્રોસ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે તેમ, ટ્રેનને એકદમ નજીક આવતી જોઈ બાઈક સવારો તો જેમ તેમ કરીને નીકળી ગયા, પરંતુ વિશાળ ટ્રક પાટા પર જ ફસાઈ ગઈ હતી.
લોકો પાયલોટની સૂઝબૂઝ: દેવદૂત બનીને આવ્યાજ્યારે ટ્રેન નજીક પહોંચી ત્યારે સામે ઉભેલી ટ્રક જોઈને મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ટ્રેનના લોકો પાયલોટે અત્યંત બહાદુરી અને સૂઝબૂઝ બતાવી હતી. તેણે જોખમ જોતા જ દૂરથી ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી. જોકે, ટ્રેનની ગતિ વધુ હોવાથી તે તરત ઉભી રહી શકી નહોતી અને થોડે દૂર ઘસડાઈને ટ્રક સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, ઈમરજન્સી બ્રેકને કારણે ટ્રેનની ગતિ ધીમી પડી ગઈ હતી, જેના પરિણામે કોઈ જાનહાનિ થઈ નહોતી. જો લોકો પાયલોટે સમયસર બ્રેક ન લગાવી હોત, તો ટ્રેન પાટા પરથી ઉતરી શકતી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
રેલવે વ્યવહાર ખોરવાયોઆ ટક્કરને કારણે ટ્રક પાટા પર જ ફસાઈ ગઈ હતી, જેના કારણે હાવડા-પટના મુખ્ય લાઈન પર રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. અનેક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકી દેવાની ફરજ પડી હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ટ્રકને હટાવી હતી અને એન્જિનનું સમારકામ કરીને રેલવે વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
બેદરકારી સામે ઉઠતા ગંભીર સવાલોઆ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે: ૧. નાગરિકોની બેદરકારી: "પહેલા હું... પહેલા હું..." ની લ્હાયમાં લોકો ફાટક બંધ થતી વખતે પણ કેમ જીવના જોખમે પાટા ક્રોસ કરે છે? ૨. ગેટમેનની ભૂમિકા: જ્યારે ટ્રેન આવવાનો સમય હતો, ત્યારે ફાટક સમયસર બંધ કરવામાં આવ્યું હતું કે કેમ? શું ફાટક ઓપરેટ કરનારા કર્મચારીની કોઈ ચૂક હતી? ૩. ટ્રકની સ્થિતિ: ટ્રક ચાલકે લાલ સિગ્નલ છતાં વાહન આગળ કેમ વધાર્યું?
રેલવે પ્રશાસને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. રેલવે ટ્રેક પર આ પ્રકારે વાહન ઉભું રાખવું એ કાયદેસરનો ગુનો છે અને જવાબદાર ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.