મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન
રાજકીય સન્માન અને શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર, નિગમબોધ ઘાટ પર રાષ્ટ્રપતિ-વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપી

મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન

મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને તોપગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો. અહીં ત્રણેય સેનાઓએ તેમને સલામી આપી હતી. આ પછી, શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
મનમોહનનાં પત્ની ગુરશરણ કૌર, મોટી પુત્રી ઉપિંદર સિંહ (65), બીજી પુત્રી દમન સિંહ (61) અને ત્રીજી પુત્રી અમૃત સિંહ (58) નિગમ ઘાટ પર હાજર હતા.
આ પરિવાર વડાપ્રધાન મોદીને પણ મળ્યો હતો.સોનિયા, પ્રિયંકા, રાહુલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ પણ તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહન સિંહને તેમની મનપસંદ વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!